ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ

20 April, 2019 04:55 PM IST  | 

ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ

ટોક્યોમાં યોજાશે ઓલમ્પિક 2020

જાપાનની રાજધાની ટોક્યોમાં થનારી ઓલિમ્પિક રમતના કાર્યક્રમોની ઘોષણા થઇ ચૂકી છે. ઓલિમ્પિકની વેબસાઇટ ઓલમ્પિક ડૉટ ઓ આર જી પર આ વાતની માહિતી આપવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇથી થાય છે. ટોક્યોમાં થનાર આ રમત 9 ઑગસ્ટ સુધી ચાલશે. જો કે, રમતના આ મહાકુંભમાં ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

24 જુલાઇ 2020થી શરૂ થશે ટોક્યો ઓલિમ્પિક

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇના રોજ શરૂ થશે. ત્યારે પહેલા દિવસે રોવિંગ અને તીરંદાઝીની રમતથી શરૂઆત થશે. જ્યારે 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.

ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે

8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.

આ પણ વાંચો : એશિયાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપ: દીપક-રોહિત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

sports sports news international olympic committee