એશિયાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપ: દીપક-રોહિત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

Apr 20, 2019, 16:00 IST

છેલ્લી ત્રણ મિનિટમાં કમબેકના ઘણા પ્રયત્નો કર્યા પણ રોહિતે પોતાના રક્ષાત્મક વલણથી તેના હુમલાઓ નાકામ કર્યા.

એશિયાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપ: દીપક-રોહિત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
રોહિત ટોકસ (ફાઇલ ફોટો)

ભારતીય બૉક્સર દીપક અને રોહિત ટોકસ એશિયાઈ ચેમ્પિયનશિપના પ્રી ક્વૉટર ફાઇનલમાં પહોંચી ગયા છે. દીપકે વિયતનામના બૉક્સર જ્યારે રોહિતે તાઇવાનના બૉક્સરને પરાજિત કર્યા.

ભારતીય બૉક્સરોએ એશિયાઇ ચેમ્પિયનશિપમાં સારી શરૂઆત કરતાં શુક્રવારે અહીં આ મહાદ્વીપીય હરીફાઇમાં શરૂઆતના સત્રમાં પ્રી ક્વૉટર ફાઇનલ સ્થાન પર કબ્જો જમાવ્યો હતો. રાષ્ટ્રીય ચેમ્પિયન દીપક (49 કિલોગ્રામ) અને રોહિત ટોકસ (64 કિલોગ્રામ)ના સરળ વિજય સાથે ફાઇનલ 16માં સ્થાન મેળવ્યું.

દીપકે બુઇ દાનને પરાજિત કર્યો

ટુર્નામેન્ટમાં દીપકે વિયતનામના લોઇ બુઇ કૉંગ દાનને જજિસના સર્વસંમત નિર્ણયથી હરાવ્યું જ્યારે રોહિતે પણ તાઇવાનના ચૂ યેન લાઇને આ જ અંતરથી માત આપી. દીપકે સીધાં મુક્કા વરસાવવા પર ધ્યાન આપ્યું જેનાથી તેના મુક્કાઓનો પ્રભાવ વધુ પડે. દાનના પંચ દમદાર ન હોવાનો ફાયદો દીપકે ઉઠાવ્યો.

આ પણ વાંચો : મહિલાઓની આપત્તિજનક ટિપ્પણી પર હાર્દિક અને લોકેશ રાહુલ પર 20 લાખનો દંડ

રોહિતે સંઘર્ષ બાદ લાઇને પરાજિત કર્યો

રોહિત ટોકસનો સામનો વધુ આક્રમક લાઇ સાથે હતો. પણ તેને આગળ વધવા માટે વધુ મહેનત ન કરવી પડી. લાઇને ફાઇટ દરમિયાન કેટલીય વાર માથું નીચે રાખવા પર ચેતવણી આપવામાં આવી. તેણે છેલ્લી ત્રણ મિનિટમાં કમબેકના ઘણા પ્રયત્નો કર્યા પણ રોહિતે પોતાના રક્ષાત્મક વલણથી તેના હુમલાઓ નાકામ કર્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK