News In Shorts : બેન સ્ટોક્સને મારે ન્યુ ઝીલૅન્ડ વતી રમાડવો હતો ​: ટેલર

16 August, 2022 02:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોકે વૉને ખાસ કોઈ રસ ન લીધો અને ન્યુ ઝીલૅન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં સ્ટોક્સે પહેલાં રમવું પડે એવો આગ્રહ રાખતાં મારો પ્રયાસ એળે ગયો હતો

રૉસ ટેલર

બેન સ્ટોક્સને મારે ન્યુ ઝીલૅન્ડ વતી રમાડવો હતો ​: ટેલર

ન્યુ ઝીલૅન્ડના નિવૃત્ત ક્રિકેટર રૉસ ટેલરે આત્મકથામાં લખ્યું છે કે ‘ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં જન્મેલો ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ૨૦૧૦માં ડર્હામ કાઉન્ટી વતી રમી રહ્યો હતો ત્યારે મેં તેને ન્યુ ઝીલૅન્ડ વતી રમતો કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં ન્યુ ઝીલૅન્ડ બોર્ડના સીઈઓ જસ્ટિન વૉનને કહ્યું કે સ્ટોક્સ બહુ સારો ખેલાડી છે અને ન્યુ ઝીલૅન્ડ વતી રમવા તૈયાર છે તો તેને સીધો નૅશનલ ટીમમાં લઈ લો. જોકે વૉને ખાસ કોઈ રસ ન લીધો અને ન્યુ ઝીલૅન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં સ્ટોક્સે પહેલાં રમવું પડે એવો આગ્રહ રાખતાં મારો પ્રયાસ એળે ગયો હતો.’

હાલેપ ત્રીજી વાર કૅનેડામાં ચૅમ્પિયન

રોમાનિયાની સિમોના હાલેપે ટૉરોન્ટોમાં રવિવારે કૅનેડિયન ઓપનની ફાઇનલમાં બ્રાઝિલની બીએટ્રિઝ હૅડેડ મૅઇઆને ૬-૩, ૨-૬, ૬-૩થી હરાવીને ત્રીજી વાર આ સ્પર્ધા જીતી લીધી હતી. પુરુષોમાં કૅનેડિયન ઓપનનું ટાઇટલ વિશ્વના ૨૩મા ક્રમના પાબ્લો કૅરેનો બસ્ટાએ પોલૅન્ડના વર્લ્ડ નંબર-ટેન હ્યુબર્ટ હર્કાઝને ૩-૬, ૬-૩, ૬-૩થી હરાવીને જીતી લીધું હતું.

sports sports news ben stokes new zealand canada tennis news