News In Short: IPLનો અનુભવ T૨૦ વર્લ્ડકપના ખેલાડીઓને આપશે શાકિબ અને મુસ્તફિઝુર

13 September, 2021 08:22 AM IST  |  New Delhi | Agency

શાકિબે કહ્યું કે આઇપીએલ તમામને મદદ કરશે. અમે અન્ય ખેલાડીઓને સમજીશું. તેઓ વર્લ્ડ કપ વિશે શું વિચારે છે અને ત્યાર બાદ આ વાત અમારા બંગલા દેશની ટીમના ખેલાડીઓને કહીશું.

આઇપીએલનો અનુભવ ટી૨૦ વર્લ્ડ કપના સાથી ખેલાડીઓને આપશે શાકિબ અને મુસ્તફિઝુર

બંગલા દેશના નંબર-વન ક્રિકેટર શાકિબ-અલ-હસનના મતે આઇપીએલની ડ્રેસિંગરૂમમાં મળેલો અનુભવ ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન સાથી ખેલાડીઓને જણાવશે. આઇપીએલ ૧૭ ઑક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે. શાકિબ કલકત્તા સાથે અને ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહ્યા છે. શાકિબે કહ્યું કે આઇપીએલ તમામને મદદ કરશે. અમે અન્ય ખેલાડીઓને સમજીશું. તેઓ વર્લ્ડ કપ વિશે શું વિચારે છે અને ત્યાર બાદ આ વાત અમારા બંગલા દેશની ટીમના ખેલાડીઓને કહીશું. અમારી ટીમ ઓમાનમાં વર્લ્ડ કપ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાં આવી જશે, જેથી વાતાવરણ સાથે પણ તાલમેલ થઈ જશે.  

શ્રીલંકાએ વર્લ્ડ કપ માટે જાહેર કરી ટીમ

શ્રીલંકાએ ટી૨૦ વર્લ્ડ કપ માટે અનુભવી અને યુવા ખેલાડીઓના મિશ્રણવાળી ટીમની ઘોષણા બકરી હતી. ટીમમાં ૧૫ ખેલાડીઓ છે અને જો કોઈ ઈજાગ્રસ્ત થાય એવા સંજોગોમાં રિપ્લેસમેન્ટ તરીકે ચાર ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. ટીમમાં ભૂતપૂર્વ કૅપ્ટન દિનેશ ચંદીમલ, વર્તમાન કૅપ્ટન દાસુન શનાકા અને ઓપનિંગ બૅટ્સમૅન તરીકે કુશલ પરેરા સહિત ૬ બૅટ્સમેનો, પાંચ ઑલરાઉન્ડર અને ચાર બોલરોનો સમાવેશ છે. 
શ્રીલંકાની ટીમ : દાસુન શનાકા (કૅપ્ટન), ધનંજય ડિસિલ્વા, કુસલ પરેરા, દિનેશ ચંદીમલ, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્સા, ચરીથ અલાન્કા, વનિન્દુ હસનરંગા, કામિન્દુ મેન્ડિસ, ચમિકા કરુણારત્ને, નુવાન પ્રદીપ, દુશમંથા ચમીરા, પ્રવીણ બજયવિક્રમા, લાહિરુ મધુશંકા, મહીશ થિકશાના. રિઝર્વ ખેલાડીઓ : લાહિરુ કુમારા, બિનુરા ફર્નાન્ડો, અકિલા ધનંજય, પુલિના થરંગા

cricket news sports news sports ipl 2021