ડીએલએસના કન્ફ્યુઝન વચ્ચે કિવી ટીમ બીજી ટી૨૦ સાથે સિરીઝ જીતી

31 March, 2021 12:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં આવ્યા ત્યાં સુધી તેમને જીતવા માટે કેટલા રન બનાવવાના છે એની ખબર જ નહોતી

ગ્લેન ફિલિપ્સ

ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની બીજી ટી૨૦માં બંગલા દેશને ડીએલએસ મેથડ વડે ૨૮ રનથી હરાવીને મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ લઈ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડે ગ્લેન ફિલિપ્સના ૩૧ બૉલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર વડે અણનમ ૫૮ રન તથા ડેરિલ મિચેલના ૧૬ બૉલમાં અણનમ ૩૪ રનની ઇનિંગ્સના જોરે વરસાદના વિઘ્ન પહેલાં ૧૭.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૩ રન બનાવ્યા હતા. ડીઆરએસ મેથડ દ્વારા બંગલા દેશને ૧૬ ઓવરમાં ૧૭૧ રનનું લક્ષ્ય મળ્યું હતું, પણ તેઓ ૭ વિકેટે ૧૪૨ રન બનાવી શક્યા હતા. સૌમ્ય સરકારે ૨૭ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી સૌથી વધારે ૫૧ રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સ પ્લેયર ઑફ ધ યર બન્યો હતો.

ડીએલએસ ડ્રામા

વરસાદને લીધે ન્યુ ઝીલૅન્ડની ઇનિંગ્સ ૧૭.૫ ઓવરમાં પૂરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ જ્યારે મૅચ શરૂ થઈ ત્યારે બંગલા દેશને જીતવા માટે ૧૬ ઓવરમાં કેટલા રન બનાવવાના છે એ માટે ભારે અભૂતપૂર્વ ડ્રામા જોવા મળ્યો હતો. શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડના ટ્વિટર-હૅન્ડલ અને આઇસીસીની વેબસાઇટ પર બંગલા દેશને ૧૬ ઓવરમાં ૧૪૮ રનનો ટાર્ગેટ દર્શાવવામાં આવ્યો હતો. જે પછીથી સુધારીને ૧૭૦ રનનો કરવામાં આવ્યો હતો. જોકે એમાં પાછો સુધારો થતાં ૧૭૧ રનનો થયો હતો. આમ બંગલા દેશ ટીમ ચેઝ કરવા મેદાનમાં ઊતરી ત્યારે તેમને ખબર જ નહોતી કે તેમને ૧૬ ઓવરમાં જીતવા માટે કેટલા રન બનાવવાના છે. નવ બૉલ બાદ મૅચ થોડી વાર અટકી પણ પડી હતી. જોકે રમત અટકવા વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટાર્ગેટ ઇનિંગ્સ પહેલાં જ આપી દેવામાં આવ્યો હતો, પણ સતત પડી રહેલા વરસાદને લીધે બંગલા દેશે ડીએલએસની ડિટેલ-ચાર્ટની માગણી કરી હતી અને એ મળી જતાં મૅચ શરૂ થઈ ગઈ હતી.

sports sports news cricket news new zealand bangladesh