૧૮ વર્ષ બાદ પાકિસ્તાન પહોંચી ન્યુ ઝીલૅન્ડની ટીમ

12 September, 2021 07:49 AM IST  |  Mumbai | Agency

ટીમ રાવલપિંડીમાં ત્રણ વન-ડે તથા લાહોરમાં પાંચ ટી૨૦ રમશે. ટોમ લેધમને ટીમનો કૅપ્ટન બનાવાયો છે તો કેન વિલિયમસન તથા અન્ય ખેલાડીઓ આઇપીએલમાં રમશે.

પ્રતીકાત્મક તસવીર


ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૮ વર્ષ બાદ પાકિસ્તાનમાં વન-ડે અને ટી૨૦ સિરીઝ રમવા માટે આવી પહોંચી છે. ગઈ કાલે ઇસ્લામાબાદમાંથી ખેલાડીઓને તેઓને ચુસ્ત સલામતી સાથે હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. હોટેલમાં ખેલાડીઓ અને સ્ટાફ માટે બાયો-બબલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ન્યુ ઝીલૅન્ડની ટીમ છેલ્લે ૨૦૦૩માં પાકિસ્તાન આવી હતી ત્યાર બાદ સલામતીનાં કારણોસર ટીમે પ્રવાસ ટાળ્યો હતો. ટીમ રાવલપિંડીમાં ત્રણ વન-ડે તથા લાહોરમાં પાંચ ટી૨૦ રમશે. ટોમ લેધમને ટીમનો કૅપ્ટન બનાવાયો છે તો કેન વિલિયમસન તથા અન્ય ખેલાડીઓ આઇપીએલમાં રમશે.

cricket news sports news sports pakistan new zealand