ટી20માં 100 મૅચ રમાનારો ન્યુ ઝીલૅન્ડનો પહેલો પુરુષ ​ક્રિકેટર બન્યો રૉસ

03 February, 2020 01:39 PM IST  |  Mount Maunganui

ટી20માં 100 મૅચ રમાનારો ન્યુ ઝીલૅન્ડનો પહેલો પુરુષ ​ક્રિકેટર બન્યો રૉસ

રૉસ ટેલર

ઇન્ડિયા સામેની પાંચમી અને છેલ્લી ટી૨૦ ન્યુ ઝીલૅન્ડ પ્લેયર રોસ ટેલરની ૧૦૦મી મૅચ હતી ૧૦૦ ટી૨૦ રમનારો તે ન્યુ ઝીલૅન્ડનો પહેલો પુરુષ ક્રિકેટર બન્યો છે. આ પહેલાં ન્યુ ઝીલૅન્ડની મહિલા ઑલરાઉન્ડર ક્રિકેટર સુઝી બેટ્સે ૧૦૦ ટી૨૦ મૅચ રમી હતી. અત્યાર સુધી સુઝીએ કુલ ૧૧૨ ટી૨૦ મૅચ રમી છે.

સામા પક્ષે અત્યાર સુધી ૧૦૦ ટી૨૦ મૅચ રમનારા પ્લેયરોમાં પણ તે ત્રીજો પુરુષ ખેલાડી બની ગયો છે. ટેલર પહેલાં પાકિસ્તાનનો શોએબ મલિક ૧૧૩ અને ઇન્ડિયાનો રોહિત શર્મા ૧૦૮ ટી૨૦ મૅચ રમીને અનુક્રમે પહેલા અને બીજા સ્થાને બનેલા છે.

new zealand india cricket news sports news