✕

પૂંછડિયા બૅટર્સના સાહસના આધારે ન્યુ ઝીલૅન્ડ A ટીમે ૪૨૪ રન ફટકાર્યા

03 November, 2026 09:29 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

૨૧૮-૩ના સ્કોરથી ત્રીજા દિવસની શરૂઆત કરનાર કિવી ટીમની ચોથી વિકેટની ભાગીદારીમાં વધુ ૩ રન જ ઊમેરાયા અને પાર્ટનરશિપ ૨૦૮ રને પૂરી થઈ હતી. ડીન ફૉક્સક્રૉફ્ટે ૨૨૬ બૉલમાં ૧૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૯૩ રન કર્યા હતા.

મુકેશ કુમારે ૨૯ ઓવરમાં ૮૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી

ક્રાઇસ્ટચર્ચમાં બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચનાં ત્રીજા દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડ A ટીમે ૪૬ રનની લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સમાં ઇન્ડિયા Aના ૩૪૬-૧૦ના સ્કોર સામે યજમાન ટીમે ૧૩૨.૫ ઓવરમાં ૪૨૪ રને ૧૦ વિકેટ ગુમાવી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમે ૧૧ ઓવરમાં ૩૨-૦નો સ્કોર કર્યો હતો. 

૨૧૮-૩ના સ્કોરથી ત્રીજા દિવસની શરૂઆત કરનાર કિવી ટીમની ચોથી વિકેટની ભાગીદારીમાં વધુ ૩ રન જ ઊમેરાયા અને પાર્ટનરશિપ ૨૦૮ રને પૂરી થઈ હતી. ડીન ફૉક્સક્રૉફ્ટે ૨૨૬ બૉલમાં ૧૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૯૩ રન કર્યા હતા. મૅથ્યુ બૉયલની ઇનિંગ્સ ૧૪ ફોર, ૧ સિક્સના આધારે ૧૫૨ બૉલમાં ૧૧૦ રને પૂરી થઈ હતી.

ન્યુ ઝીલૅન્ડના પૂંછડિયા બૅટર્સની નાની ઇનિંગ્સના આધારે છેલ્લી ત્રણ વિકેટો માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. આઠમી વિકેટ માટે ૪૭ રન, નવમી વિકેટ માટે ૩૧ રન અને દસમી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી થઈ હતી.આ પાર્ટનરશિપને કારણે જ ૮૭.૫ ઓવરમાં ૨૯૧ રને ૭ વિકેટ ગુમાવવા છતાં યજમાન ટીમે ૪૦૦ પ્લસ રન કર્યા હતા. ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર્સ મુકેશ કુમારે પાંચ વિકેટ અને મોહમ્મદ સિરાજે ૪ વિકેટ લીધી હતી. સ્પિનર વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી.

team india new zealand indian cricket team cricket news test cricket mukesh kumar washington sundar mohammed siraj christchurch sports news sports