ભારત-ન્યુ ઝીલૅન્ડની વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલ સધમ્પ્ટનમાં રમાશે

09 March, 2021 11:20 AM IST  |  New Delhi

ભારત-ન્યુ ઝીલૅન્ડની વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલ સધમ્પ્ટનમાં રમાશે

સૌરવ ગાંગુલી

ગઈ કાલે બોર્ડ ઑફ ક્રિકેટ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ મૅચ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે લૉર્ડ્સમાં નહીં, સધમ્પ્ટનના એજીસ બાઉલમાં ૧૮થી ૨૨ જૂન દરમ્યાન રમાશે. ૨૩ જૂને રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19ને લીધે પરિસ્થિતિ પર નજર રાખીને આ ફાઇનલ મૅચ રમાશે. ઇંગ્લૅન્ડને ૩-૧થી હરાવીને ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની રૅન્કમાં ૭૨.૨ ટકા સાથે પ્રથમ ક્રમે પહોંચી ગઈ હતી.

દરમ્યાન ભારતીય બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ડબ્લ્યુટીસીની ફાઇનલ સધમ્પ્ટનમાં રમાશે એ સમાચારને સમર્થન આપ્યું હતું અને પત્રકારોને કહ્યું હતું કે ‘હું આ ફાઇનલ જોવા ઇંગ્લૅન્ડ જઈશ. મને આશા છે કે આપણે ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીશું.’

sourav ganguly cricket news sports news india new zealand board of control for cricket in india southampto