21 July, 2025 08:46 AM IST | London | Gujarati Mid-day Correspondent
નાસિર હુસેન
લૉર્ડ્સ ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટને આઉટ કર્યા બાદ તેની તદ્દન નજીક આવવાને લીધે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દંડ થયો હતો. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ICCના આ નિર્ણયને ખોટો ગણાવીને આક્રમકતાને રમતનો એક ભાગ કહ્યો હતો.
નાસિર હુસેન કહે છે, ‘મોહમ્મદ સિરાજ ઉત્સાહ અને આક્રમકતાને કારણે વધુ સારો ક્રિકેટર છે. મને નથી લાગતું કે તેને દંડ ફટકારવો જોઈતો હતો. મને નથી લાગતું કે તેણે બેન ડકેટ પર હુમલો કર્યો હોય. મને લાગે છે કે ક્રિકેટ લાગણીઓની રમત છે અને તમારે બાવીસ રોબોની જરૂર નથી. મને મૅચમાં આવું પ્રેશર ગમે છે.’