નાગદેવી સ્પોર્ટ્‍સ ગ્રુપની ટી૨૦ ટુર્નામેન્ટનો રોમાંચક આરંભ

05 January, 2023 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે લીગ મૅચોનો પ્રથમ રાઉન્ડ પૂરો થશે અને બીજો રાઉન્ડ શરૂ થઈ જશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાગદેવીના ક્રિકેટર-વેપારી ભાઈઓ માટે નાગદેવી સ્પોર્ટ્‍સ ગ્રુપ દ્વારા જિનહર્ષ ટીમકેન અડોર કપ ૨૦૨૩’ લેધર બૉલ ટી૨૦ સ્પર્ધાનું સતત ચોથા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૬ ટીમ વચ્ચેની આ રોમાંચક ટુર્નામેન્ટ ઘાટકોપરમાં ફાતિમા સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે જેમાં મંગળવારે બપોરે ૧૨થી રાતે ૧૧ વાગ્યા સુધી કુલ ત્રણ ટી૨૦ મૅચ રમાઈ હતી. આજે લીગ મૅચોનો પ્રથમ રાઉન્ડ પૂરો થશે અને બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. ત્રીજો રાઉન્ડ ૯મીએ યોજાશે. ટોચની ચાર ટીમ ૧૨મીના સેમી ફાઇનલ રાઉન્ડમાં જશે અને એમાંની બે શ્રેષ્ઠ ટીમ વચ્ચે ૧૮મીએ ડે ઍન્ડ નાઇટ ફાઇનલ રમાશે.

ગયા વર્ષની ચૅમ્પિયન ટીમ ટીયુવીએક્સ તૂફાની (૧૬૩/૬)એ મંગળવારે લીગમાં ગયા વર્ષની રનર-અપ એચઈ વૉરિયર્સ (૧૪૧/૧૨)ની ટીમને બાવીસ રનથી પરાજિત કરી હતી. અન્ય મુકાબલામાં વિપ્સા વૉરિયર્સ (૧૫૪/૪)નો ડીપીએક્સ ડાયનામાઇટ્સ (૭૭/૧૨) સામે ૭૭ રનથી અને એચએમએસ હાર્ડ હિટર્સ (૧૬૩/૧૦)નો કેકેઈ સ્મૅશર્સ (૧૨૪/૧૦) સામે ૩૯ રનથી વિજય થયો હતો.

sports news sports cricket news ghatkopar