17 November, 2026 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ Dમાં બૅક-ટુ-બૅક જીત સાથે મુંબઈ ૮ ટીમો વચ્ચે +૩.૭૮૧ના નેટ રનરેટ સાથે ટૉપર બન્યું છે. કલકત્તામાં હૈદરાબાદને ૭ વિકેટે હરાવ્યા પછી ગઈ કાલે મુંબઈએ ગુજરાત સામે પાંચ વિકેટે સરળ જીત નોંધાવી હતી. સતત બીજી મૅચમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
આશુતોષ શર્માના બાવીસ બૉલમાં ૪૨ રનની મદદથી ગુજરાતે ૧૯.૨ ઓવરમાં ૧૯૭-૧૦નો સ્કોર કર્યો હતો. શાર્દૂલ ઠાકુર અને અથર્વ અંકોલેકરે ૩-૩ વિકેટ લીધી હતી. જવાબમાં મુંબઈએ સૂર્યાના ૮૨ રન અને સરફરાઝ ખાનના ૧૭ બૉલમાં અણનમ ૪૦ રનની મદદથી ૧૫.૪ ઓવરમાં ૨૦૧-૫નો સ્કોર કરીને ૧૯૮ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.
ગુજરાત સામે ૨૮૨.૭૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને સૂર્યકુમાર યાદવે ૯ ફોર, ૭ સિક્સની મદદથી માત્ર ૨૯ બૉલમાં ૮૨ રન ફટકાર્યા હતા. તેણે ૧૮ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી. હૈદરાબાદ સામે પોતાની ફાસ્ટેસ્ટ ૧૫ બૉલની T20 ફિફટી ફટકારીને સૂર્યાએ ૨૧ બૉલમાં અણનમ ૬૦ રન કર્યા હતા.
૨૮૨.૭૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને સૂર્યાએ ૯ ફોર, ૭ સિક્સ ફટકારી.