Exclusive : શું ધોની ઝારખંડ ટીમનો કોચ બનશે? ઝારખંડ બોર્ડે કર્યો ખુલાસો

25 October, 2019 03:00 PM IST  |  Mumbai

Exclusive : શું ધોની ઝારખંડ ટીમનો કોચ બનશે? ઝારખંડ બોર્ડે કર્યો ખુલાસો

મહેન્દ્ર સિંહ ધોની

Mumbai : ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની અને કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019 બાદ ક્રિકેટની દુનિયાથી દુર છે. ત્યારે ધોનીના ક્રિકેટમાંથી નિવૃતીના સમાચારે વેગ પકડ્યું છે. તેવામાં હાલમાં તે પોતાના હોમગ્રાઉન્ડ રાંચીમાં છે અને રાંચીના ક્રિકેટ સ્ટેડિયમમાં ધોની પ્રેક્ટીસ કરતો જોવા મળ્યો છે. ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં ક્રિકેટના મેદાન પર ફરી કમ બેક કરશે. પરંતુ તેવું ન બન્યું અને ફરી ધોનીના ચાહકો નિરાશ થઇ ગયા. આ સમાચારો વચ્ચે મળી રહેલ માહિતી પ્રમાણે ધોની આવનારા સમયમાં ઝારખંડ ટીમના મુખ્ય કોચની ભુમિકા નિભાવી શકે છે.


ધોનીના ઝારખંડ ક્રિકેટ ટીમના કોચ બનવાની વાત અફવા
ઝારખંડ ક્રિકેટ એસોશિએસને ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની ધોનીના ઝારખંડની ક્રિકેટ ટીમના મુખ્યો કોચ બનવાના સમાચાર પર પુર્ણવિરામ મુકી દીધો છે. દૈનિક જાગરણ સાથે ઝારખંડ ક્રિકેટ એસોશિએસનના અધિકારીએ વાત કરતા જણાવ્યું છે કે આ વાત સંપુર્ણ પણે ખોટી છે અને અફવા છે.

આ પણ જુઓ : ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

સ્ટેડિયમમાં હોય ત્યારે ધોની જુનિયર ક્રિકેટરોને ટીપ્સ આપતો રહે છે : ઝારખંડ ક્રિકેટ
ઝારખંડ ક્રિકેટ બોર્ડે દૈનિક જાગરણના પત્રકારને કહ્યું કે ધોની નિયમિત રૂપે અહીં સ્ટેડિયમ પર આવતો રહે છે. ઝારખંડ સ્ટેડિયમમાં અવારનવાર ટીમના કેંપ ચાલતા રહેતા હોય છે. આ સમયે જો ધોની સ્ટેડિયમમાં હોય છે તો તે જુનિયર ક્રિકેટરોને ટીપ્સ આપતો રહેતો હોય છે. અમને ખુશી છે કે ધોની આવનારા ક્રિકેટરોને યોગ્ય ટીપ્સ આપતો રહે છે. પણ એનો મતલબ એ નથી કે તે ઝારખંડ ટીમનો કોચ બનશે. ઝારખંડ ક્રિકેટ બોર્ડના સંજય સહાયએ વધુમાં કહ્યું કે ધોની આ કામ ઘણા સમયથી કરતો આવે છે. એવામાં આ વાતને ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

ધોનીની નિવૃતીના સમાચારે ફરી વેગ પકડ્યું
ઉલ્લેખનીય છે કે આઇસીસી વર્લ્ડ કપ 2019 બાદ ધોનીએ ટીમ ઇન્ડિયા માટે એક પણ મેચ રમી નથી અને ક્રિકેટથી દુર રહ્યો છે. તેવામાં તેની નિવૃતીના સમાચારે ઘણું વેગ પકડ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સામેની સીરિઝમાંથી પણ તેણે પોતાને દુર રાખ્યો છે. એવામાં એવી ચર્ચાએ ફરી વેગ મળ્યું છે કે ધોની ટુંક સમયમાં ક્રિકેટને અલવિદા કહેશે.

cricket news mahendra singh dhoni ms dhoni jharkhand