ધોની મુંબઈના ઑર્થોપેડિક્સને મળશે

01 June, 2023 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીએસકેની ટીમે મોટું સેલિબ્રેશન કર્યું જ નહીં

એમ. એસ. ધોની આખી સીઝનમાં ડાબા ઘૂંટણથી પરેશાન હતો

મુંબઈ ઇન્ડિયન્સની જેમ આઇપીએલનાં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો સુકાની એમ. એસ. ધોની આખી સીઝનમાં ડાબા ઘૂંટણથી પરેશાન હતો અને ટ્રોફી જીત્યા બાદ તે રિટાયરમેન્ટ જાહેર કરી દેશે એવી સૌકોઈની ધારણા હતી, પરંતુ તેણે એ નિર્ણય પાછો ઠેલીને છ-સાત મહિનામાં ક્રિકેટના મેદાન પરનું પોતાનું ભાવિ નક્કી કરવાની જાહેરાત કરી છે. સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘ધોની ડાબા ઘૂંટણ બાબતમાં મુંબઈના સ્પોર્ટ્સ ઑર્થોપેડિક્સની સલાહ લેશે. માહી તેમની મેડિકલ ઍડ્વાઇસ લીધા પછી નિર્ણય લેશે. તેણે સર્જરી કરાવવી પડશે કે નહીં એ પણ તેના પૂરા રિપોર્ટ્‍સ આવ્યા પછી જ નક્કી થશે.’ સીએસકેની ટીમે પાંચમા ટાઇટલ બદલ કોઈ મોટો સેલિબ્રેશન પ્લાન કર્યો છે? એવા સવાલના જવાબમાં વિશ્વનાથને કહ્યું કે ‘કોઈ મોટું સેલિબ્રેશન નથી થયું અને થશે પણ નહીં. ચૅમ્પિયન ટીમના ખેલાડીઓ અમદાવાદથી જ પોતપોતાના મુકામ માટે રવાના થઈ ગયા હતા. અમે (સીએસકે) ક્યારેય મોટા પાયે સેલિબ્રેશન કરતા જ નથી.’

15
ધોનીને સીએસકેનું ફ્રૅન્ચાઇઝી એક સીઝનના આટલા કરોડ રૂપિયા આપે છે.

sports news sports cricket news ms dhoni ipl 2023 indian premier league chennai super kings