ચેન્નઈના ટ્રૅક પર મહેન્દ્ર સિંહ ધોનીની હાઈ-સ્પીડ સુપરબાઇક રાઇડ

05 August, 2026 04:49 PM IST  |  chennai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ નજીક મદ્રાસ ઇન્ટરનૅશનલ સર્કિટ પર મહેન્દ્ર સિંહ ધોનીએ હાઈ-સ્પીડ સુપરબાઇક રાઇડ કરીને ચાહકોને રોમાંચિત કર્યા. રેસિંગ ગિયર સાથે તેણે ટ્રૅક પર અનેક ઝડપી લૅપ્સ પૂર્ણ કર્યા.

મહેન્દ્ર સિંહ ધોની

ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ચેન્નઈમાં એક ટાયર કંપનીની પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. ચેન્નઈ નજીક મદ્રાસ ઇન્ટરનૅશનલ સર્કિટ ખાતે તેણે એક હાઈ-સ્પીડ સુપરબાઇક રાઇડ કરી હતી. રેસિંગ ગિઅર પહેરીને તેણે રેસિંગ ટ્રૅક પર ઘણા હાઈ-સ્પીડ લૅપ્સ પૂર્ણ કર્યા હતા. 

mahendra singh dhoni chennai cricket news sports news sports