26 October, 2026 03:15 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની ફિટનેસ સંબંધિત સમસ્યાઓને કારણે IPL 2026માં રમી શક્યો નહોતો. હાલમાં બૅન્ગલોરના એક કાર્યક્રમ દરમ્યાન ધોનીએ પોતાને જૂની વિન્ટેજ કાર ગણાવીને IPL 2027માં રમવાની સંભાવના વિશે મોટી અપડેટ આપી હતી.
મહેન્દ્ર સિંહ ધોની કહે છે, ‘મારે કેટલીક ફિટનેસ ટેસ્ટ કરાવવી પડશે. મારે રિપોર્ટ્સ જોવા પડશે અને ત્યાર બાદ ડિસેમ્બર પહેલાં નક્કી કરવું પડશે કે હું વધુ એક સીઝન રમવા માટે પૂરતો ફિટ છું કે નહીં. જો હું ફિટ ન હોઉં તો એ સુનિશ્ચિત કરવું પડશે કે બધું યોગ્ય રીતે સંભાળવામાં આવે, જેથી આ જૂની વિન્ટેજ કાર રસ્તા પર સરળતાથી દોડતી રહી શકે.’