30 May, 2025 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ફિશિંગ કરતો જોવા મળ્યો
IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ તળિયાની ટીમ બનીને બહાર થઈ છે, પણ ભૂતકાળની નિષ્ફળતાને ભુલાવીને આ ટીમનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ફિશિંગ કરતો જોવા મળ્યો હતો. તેનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે કાંટામાં માછલી પકડવામાં સફળ થતાં જ હરખાતો જોવા મળ્યો હતો. તેના બ્લૅક ટી-શર્ટ પર ફરજ, સન્માન, દેશ જેવા શબ્દો ઇંગ્લિશમાં લખાયેલા જોવા મળ્યા હતા.