ધોની ઍસેટ છે, ઇન્ડિયા તેને નજરઅંદાજ ન કરી શકે : વસીમ જાફર

20 March, 2020 12:40 PM IST  |  New Delhi | Agencies

ધોની ઍસેટ છે, ઇન્ડિયા તેને નજરઅંદાજ ન કરી શકે : વસીમ જાફર

વસીમ જાફર

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂ‍ર્વ પ્લેયર અને ડોમેસ્ટિક લૅજન્ડ વસીમ જાફરે કહ્યું છે કે ટી૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ મહત્વનો છે કેમ કે તે ફીટ અને ફૉર્મમાં છે. થોડા મહિના પહેલાં જ જાફરે ક્રિકેટની તમામ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લીધી હતી. આ વિશે જાફરે વધુ કહ્યું કે ‘જો ધોની ફીટ અને ફૉર્મમાં હોય તો મારા મતે અમે તેનાથી આગળ કંઈ જોઈ નથી શકતા. સ્ટ્મ્સની પાછળ ધોની એક ઍસેટ સમાન છે. તે રાહુલ પાસેથી કીપિંગનું પ્રેશર પાછું લઈ શકે છે અને પંત પણ ધારણા પ્રમાણે રમી શકે છે.’

આ પણ વાંચો : ઇન્ડિયન પ્લેયર્સ મારા કરતાં વધારે ટૅલન્ટેડ છે : માર્ક્સ સ્ટોઇનિસ

વર્લ્ડ કપ બાદ ધોની એક પણ ઇન્ટરનૅશનલ મૅચ નથી રમી શક્યો જેના લીધે તેનું ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછું વળવું અઘરું બની ગયું છે. ધોનીના આઇપીએલમાંના પર્ફોર્મન્સને લીધે તેની ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં એન્ટ્રી નક્કી થવાની હતી, પણ કોરોનાને કારણે આઇપીએલ પણ મોકૂફ રાખવામાં આવી છે જેને લીધે ધોનીના ભવિષ્ય પર ફરી સવાલ ઊભા થયા છે.

wasim jaffer ms dhoni india team india cricket news sports news