12 April, 2025 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહસિન ખાન
ઉત્તર પ્રદેશના ૨૬ વર્ષના ફાસ્ટ બોલર મોહસિન ખાનની ઘૂંટણની સર્જરી સફળ રહી છે. મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સર્જરી બાદનો ફોટો શૅર કરીને તેણે સમર્થન અને મદદ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ, યુપી ક્રિકેટ બોર્ડ, લખનઉ સુપર જાયન્ટ્સનો આભાર માન્યો હતો. IPL 2025 માટે તેને ચાર કરોડ રૂપિયામાં લખનઉ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જોકે ડોમેસ્ટિક ક્રિકેટ દરમ્યાન થયેલી ઘૂંટણની ઇન્જરીમાંથી ફિટ ન થતાં તે IPLની ૧૮મી સીઝનમાંથી બહાર થયો હતો.