06 May, 2025 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજને રોહિત શર્માએ ચૅમ્પિયન્સ રિંગ આપીને સન્માનિત કર્યો
મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચેલા ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રોહિત શર્માએ ચૅમ્પિયન્સ રિંગ આપીને સન્માનિત કર્યો હતો. T20 વર્લ્ડ કપ 2024માં ચૅમ્પિયન બનવા બદલ ટીમ ઇન્ડિયાના તમામ પ્લેયર્સને ફેબ્રુઆરી ૨૦૨૫માં ભારતીય ક્રિકેટ બોર્ડના વાર્ષિક અવૉર્ડ સમારોહમાં આ સ્પેશ્યલ ચૅમ્પિયન્સ રિંગ આપવામાં આવી હતી. સિરાજ આ અવૉર્ડ સમારોહમાં હાજર રહી શક્યો નહોતો. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં આયોજિત એ વર્લ્ડ કપમાં તેણે ત્રણ મૅચમાં એક વિકેટ લીધી હતી.