ભારતની વન-ડેની સુકાની મિતાલી રાજે ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા

03 September, 2019 06:15 PM IST  |  Mumbai

ભારતની વન-ડેની સુકાની મિતાલી રાજે ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા

મિથાલી રાજ

Mumbai : ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે અંતે ભારે અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મિતાલી રાજે ટી20 ક્રિકેટમાંથી નિવૃતીનું મુખ્ય કારણ વર્ષ 2021માં આવનાર 50 ઓવરના વર્લ્ડ કપને આપ્યું છે. તે 2021નો વર્લ્ડ કપ રમવા ઇચ્છે છે અને હવે તેનું સંપુર્ણ ધ્યાન તેના પર કેન્દ્રીત કરવા ઇચ્છે છે. મિતાલી રાજ છેલ્લે માર્ચ 2019 માં ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામેની ટી20 મેચ રમી હતી.

સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ રમશે
મિતાલી રાજે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી
20 સિરીઝ માટે પોતે હાજર રહેશે તે જણાવ્યું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે આગામી વર્ષે ટી20 વિશ્વ કપ પહેલા યુવાઓ પર ધ્યાન દેવાને કારણે પસંદગીકારો તેની પસંદગી કરશે નહીં. સાઉથ આફ્રિકા સામે પાંચ મેચોની સીરિઝ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે.જ્યારે ટી20 વિશ્વ કપ આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

મિતાલીએ 32 ટી20 મેચમાં સુકાની પદ સંભાળ્યું છે
મિતાલી રાજે
32 ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું નેતૃત્વ કર્યું.જેમાં 2012 (શ્રીલંકા), 2014 (બાંગ્લાદેશ) અને 2016 (ભારત)ના ત્રણ મહિલા ટી20 વિશ્વ કપ સામેલ છે. મિતાલીએ કહ્યું, '2006થી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યાં બાદ હું 2021 વનડે વિશ્વ કપ માટે ખુદને તૈયાર કરવા માટે ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃતી લેવા ઈચ્છ છું. મારા દેશ માટે વિશ્વ કપ જીતવો મારૂ સપનું છે અને તેમાં હું મારૂ સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છુ છું.'

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

મિતાલીએ
BCCI નો માન્યો ધન્યવાદ
મિતાલીએ કહ્યું, 'હું બીસીસીઆઈને તેના સમર્થન માટે ધ્યાનવાદ આપુ છું અને ભારતીય ટી20 ટીમને શુભકામના આપુ છું, કારણ કે તે દક્ષિણ આફ્રિકાની મહિલાઓ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝની તૈયારી કરી રહી છે.'

રોહિત અને વિરાટ પહેલા ટી-20માં 2 હજાર રન પૂરા કર્યા હતા
ભારત માટે ટી-20માં સૌથી પહેલા 2000 રન કરવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. તેને મેન્સ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા પહેલા આ સિદ્ધિ મેળવી હતી.

cricket news sports news mithali raj board of control for cricket in india