માઇક હસીનો બીજો રિપોર્ટ ફરી પૉઝિટિવ

12 May, 2021 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાગે છે માઇક હસીને ભારતમાં વધુ રોકાવું પડશે. માઇક હસીનો બીજો કોરોના-રિપોર્ટ ફરી પૉઝિટિવ આવ્યો છે.

માઇક હસી

લાગે છે માઇક હસીને ભારતમાં વધુ રોકાવું પડશે. માઇક હસીનો બીજો કોરોના-રિપોર્ટ ફરી પૉઝિટિવ આવ્યો છે. દિલ્હીમાં ટેસ્ટ વખતે ચેન્નઈના બૅટિંગ-કોચ માઇક હસીનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને ઍર-ઍમ્બ્યુલન્સમાં ચેન્નઈ શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં ૭ મેએ તેનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવતાં રાહતનો શ્વાસ લીધો હતો અને તેના સાથીઓ સાથે મૉલદીવ્ઝમાં જોડાવાની તૈયારી શરૂ કરી દીધી હતી, પણ સોમવારે તેની બીજી ટેસ્ટનો રિપોર્ટ ફરી પૉઝિટિવ આવતાં હવે અત્યારે તો તેણે ચેન્નઈમાં જ રોકાવું પડશે. ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ મૉલદીવ્ઝમાં રોકાયા છે અને કદાચ ૧૫ મે બાદ ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે.

cricket news sports news sports mike hussey ipl 2021