કચ્છી વીસા ઓસવાળ જૈનને હરાવીને માહ્યાવંશીનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ

09 March, 2025 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉકઆઉટ જેવા આ મુકાબલામાં ૨૦૦૯ની રનર-અપ ટીમનો ૬૨ રનથી વિજયઃ હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે ગઈ સીઝનની રનર-અપ ટીમ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે

મિડ-ડે ક્રિકેટ

નૉકઆઉટ જેવા આ મુકાબલામાં ૨૦૦૯ની રનર-અપ ટીમનો ૬૨ રનથી વિજયઃ હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે ગઈ સીઝનની રનર-અપ ટીમ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે : વાગડ વીસા ઓસવાળ જૈન અને ગઈ સીઝનની ચૅમ્પિયન કપોળે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) અને રોહિદાસવંશી વઢિયારાને હરાવીને ત્રણેય લીગ મૅચ જીતવાની સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો : સન્માનપૂર્વક વિદાય માટેના જંગમાં મેઘવાળનો લુહાર સુતાર સામે ૧૪ રનથી રોમાંચક વિજય : લુહાર સુતારે પાવર ઓવરમાં પાવર બતાવતાં મેઘવાળની ૩ વિકેટ ખેરવીને ૩૦ રન માઇનસ કરાવ્યા છતાં એ જીત ન મેળવી શક્યું : આજે લીગ રાઉન્ડની સમાપ્તિ બાદ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ જંગની થશે શરૂઆત

મૅચ

માહ્યાવંશીનો કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ૬૨ રનથી વિજય.

માહ્યાવંશી (૧૦ ઓવરમાં બે વિકેટે ૧૫૮  રન – અમિત રાઠોડ ૨૬ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૧, હિરેન વલણકર ૧૯ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૨ અને તેજસ રાઠોડ ૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૩ રન. ભાવિન ગાલા ૧૬ રનમાં અને કુંજ વોરા ૧૭ રનમાં એક-એક વિકેટ)

કચ્છી વીસા ઓસવાળ જૈન (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૯૬ રન – વિરલ ગંગર ૯ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૩, કુંજ વોરા ૧૩ બૉલમાં એક સિક્સર સાથે ૧૮ અને ડેનિલ સાવલા ૧૩ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૪ રન. રોશન પરમાર ૨૫ રનમાં ૩, મયંક મહેંદીવાલા ૭ રનમાં અને મીત દમણિયા ૧૨ રનમાં બે-બે તથા જતિન પટેલ ૧૮ રનમાં એક વિકેટ)

મૅન ઑફ મૅચ : માહ્યાવંશીનો અમિત રાઠોડ (૨૬ બૉલમાં ૫૧ રન)

માહ્યાવંશીના અમિત રાઠોડને તેના જ સમાજના અગ્રણી ધર્મેશ બંસીકરના હસ્તે. 

મૅચ

વાગડ વીસા ઓસવાળ જૈનનો ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સામે વિકેટે વિજય.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૪  રન – હર્નિશ શુક્લ ૨૩ બૉલમાં ૬ ફોર સાથે ૩૧, વ્રજ ઉપાધ્યાય ૧૪ બૉલમાં ૧૧ અને નિશિત પંડ્યા ૭ બૉલમાં એક ફોર સાથે ૮ રન. વિવેક ગાલા ૧૨ રનમાં બે તથા મયૂર ગાલા પાંચ રનમાં, વિરલ શાહ ૧૧ રનમાં અને દીપક શાહ ૧૭ રનમાં એક-એક વિકેટ)

વાગડ વીસા ઓસવાળ જૈન (૪.૪ ઓવરમાં બે વિકેટે ૮૬ રન – દીપક શાહ ૧૦ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૨૭, રોનક ગાલા ૮ બૉલમાં બે સિક્સર સાથે ૧૭ અને મયંક ગડા ૬ બૉલમાં એક ફોર સાથે અણનમ ૭ રન. પ્રફુલ ઉપાધ્યાય ૧૭ રનમાં એક વિકેટ)

મૅન ઑફ મૅચ : વાગડ વીસા ઓસવાળ જૈનનો વિવેક ગાલા (૧૨ રનમાં બે વિકેટ)

વાગડ વીસા ઓસવાળ જૈનના વિવેક ગાલાને અમ્પાયર હિતેન્દ્ર જાદવના હસ્તે.

મૅચ

કપોળનો રોહિદાસ‍વંશી વઢિયારા સામે ૫૬ રનથી વિજય.

કપોળ (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૧૯ રન – દીવ મોદી ૧૯ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૦, મૌલિક મહેતા ૧૪ બૉલમાં પાંચ ફોર સાથે ૨૫ અને આકાશ મહેતા ૧૬ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૮ રન. ભરત સોલંકી ૧૭ રનમાં બે તથા આયુષ મારુ ૧૮ રનમાં અને પ્રવીણ સોલંકી ૧૯ રનમાં એક-એક વિકેટ)

રોહિદાસવંશી વઢિયારા (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૬૩ રન – રાજ સુમેસરા ૧૭ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૩, હરેશ ડોડિયા ૬ બૉલમાં એક સિક્સર સાથે ૧૦ અને આયુષ મારુ ૧૦ બૉલમાં ૧૦ રન. સિતાંશુ પારેખ ૩ રનમાં, દીવ મોદી ચાર રનમાં, વિનીત પારેખ ૯ રનમાં અને હર્ષિત ગોરડિયા ૧૭ રનમાં એક-એક વિકેટ)

મૅન ઑફ મૅચ : કપોળનો દીવ મોદી (૧૯ બૉલમાં ૪૦ રન અને એક વિકેટ)

કપોળના દીવ મોદીને તેના જ સમાજના અગ્રણી ગોપાલ પારેખના હસ્તે. (તસવીરો : સૈયદ સમીર અબેદી)

મૅચ

મેઘવાળનો લુહાર સુતાર સામે ૧૪ રનથી વિજય.

મેઘવાળ (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૮૩ રન – મિનેશ વેલારી ૧૫ બૉલમાં ૬ ફોર સાથે ૨૬, ગિરીશ ચારણિયા ૬ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૩ અને કરણ પડાયા ૯ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૩ રન. ભાવેશ દાવડા ૧૨ રનમાં ૩ તથા આશિષ સોલંકી ૭ રનમાં અને શૌર્ય પીઠવા ૧૩ રનમાં એક-એક વિકેટ)

લુહાર સુતાર (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૬૯ રન – નિખિલ રાઠોડ ૧૩ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૭, રૂપેશ પીઠવા ૮ બૉલમાં બે ફોર સાથે ૧૦ અને મનીષ ચુડાસમા ૧૩ બૉલમાં ૯ રન. મિનેશ વેલારી ૯ રનમાં બે તથા મિતેશ ગોહિલ ૬ રનમાં, કરણ પડાયા ૮ રનમાં અને રાહુલ મારુ ૧૩ રનમાં એક-એક વિકેટ)

મૅન ઑફ મૅચ : મેઘવાળનો મિનેશ વેલારી (૧૫ બૉલમાં ૨૬ રન અને ૯ રનમાં બે વિકેટ)

મેઘવાળના મિનેશ વેલારીને લુહાર સુતાર સમાજના અગ્રણી સચિન પિત્રોડાના હસ્તે.

પૉઇન્ટ પોઝિશન ગ્રુપ-A

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

A1

૮.૦૭

A3

૪.૦૦

A4

-૦.૪૮

A2

-૧૩.૪૭

A1 કપોળ, A2 શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ, A3 બનાસકાંઠા રૂખી, A4 રોહિદાસવંશી વઢિયારા

 

પૉઇન્ટ પોઝિશન ગ્રુપ-E

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

E1

૩.૨૨

E4

૪.૮૫

E3

-૨.૪૦

E2

-૬.૯૩

E1 વાગડ વીસા ઓસવાળ જૈન, E2 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી), E3 કચ્છી વીસા ઓસવાળ જૈન, E4 માહ્યાવંશી

 

પૉઇન્ટ પોઝિશન ગ્રુપ-F

પૉઇન્ટ

રનરેટ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

F1

૫.૪૨

F2

૪.૩૩

F4

-૩.૮૭

F3

-૫.૭૦

F1 સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, F2 પરજિયા સોની, F3 લુહાર સુતાર, F4 મેઘવાળ

 

gujarati community news gujaratis of mumbai mumbai saurashtra kutchi community test cricket cricket news mid day decodes sports news sports