27 April, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ કરતો રોહિત શર્મા
IPL 2025ની ૪૫મી ટક્કર મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે થશે. હંમેશની જેમ શરૂઆતની નિષ્ફળતાઓ પછી સળંગ ચાર મૅચ જીતીને કૅપ્ટન હાર્દિક પંડ્યાનું મુંબઈ શાનદાર ફૉર્મમાં છે, જ્યારે સૌથી મોંઘા પ્લેયર રિષભ પંતની ટીમ સમયાંતરે જીતના ટ્રૅક પરથી બહાર થઈ રહી છે. આજે મુંબઈની તીવ્ર ગરમી અને ભેજ, બન્ને ટીમના પ્લેયર્સની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તૈયારીની કસોટી કરવામાં ભૂમિકા ભજવશે.
૨૦૨૨થી લખનઉની આ ટીમ સામે મુંબઈ માત્ર ૨૦૨૩માં એકમાત્ર જીત મેળવી શક્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં બન્ને વચ્ચે ૨૦૨૨ અને ૨૦૨૪માં બે ટક્કર થઈ હતી જેમાં લખનઉએ બાજી મારી હતી. ઓવરઑલ છેલ્લી મુંબઈ સામે ત્રણેય મૅચ જીતનાર લખનઉ પાસે વાનખેડેમાં પણ હોમ ટીમ સામે જીતની હૅટ-ટ્રિક કરવાની તક રહેશે. એકાના સ્ટેડિયમમાં થયેલી સીઝનની પહેલી ટક્કરમાં લખનઉએ મુંબઈ સામે ૧૨ રને જીત નોંધાવી હતી.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૭ |
|
LSGની જીત |
૬ |
|
MIની જીત |
૧ |
મૅચનો સમય
બપોરે 3.3૦ વાગ્યાથી
૧૯,૦૦૦ લિટલ ક્રિકેટ-ફૅન્સ પહેલી વાર સ્ટેડિયમમાં માણશે લાઇવ મૅચનો આનંદ
આજે લખનઉ સામેની મૅચને મુંબઈની ટીમે એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ ફૉર ઑલ (ESA) પહેલને સમર્પિત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનની આ મુખ્ય સામાજિક પહેલમાં ૨૦૦ દિવ્યાંગ બાળકો સહિત ૧૯,૦૦૦ યંગ ક્રિકેટ-ફૅન્સ આ વર્ષે પહેલી વાર લાઇવ મૅચનો અનુભવ કરશે. ૨૦૧૦માં શરૂ થયેલી ESA પહેલનો ઉદ્દેશ દરેક બાળકને શિક્ષણ અને રમતગમત દ્વારા તકો પૂરી પાડવાનો છે.
શનિવારે મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી સાથે શિર્ડી સાંઈબાબા મંદિરમાં કરી હતી પૂજા-અર્ચના.