MIએ બનાવ્યા પોલાર્ડ અને રાશિદને આઇએલટી૨૦ અને એસએ૨૦ ફ્રૅન્ચાઇઝીના કૅપ્ટન

03 December, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં ત્રણ સ્થળોએ ૩૪ મૅચો રમાશે. પોલાર્ડે અગાઉ એક ખેલાડી તરીકે આઇપીએલમાંથી નિવૃત્તિની ઘોષણા કરી હતી અને તે ટીમ સાથે બૅટિંગ કોચ તરીકે જોડાયો છે. 

મુંબઈ ઇન્ડિયન્સે બનાવ્યા પોલાર્ડ અને રાશિદને આઇએલટી૨૦ અને એસએ૨૦ ફ્રૅન્ચાઇઝીના કૅપ્ટન

મુંબઈ ઇન્ડિયન ગ્લોબલ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે કિરોન પોલાર્ડ અને રાશિદ ખાન અનુક્રમે આઇએલટી૨૦ અને એસએ૨૦માં એમઆઇ અમીરાત અને એમઆઇ કેપટાઉન ટીમ માટે કૅપ્ટન તરીકેની ફરજ બજાવશે. પોલાર્ડના નેતૃત્વ હેઠળની એમઆઇ અમીરાતમાં ડ્વેઇન બ્રાવો, નિકોલસ પૂરન, ટ્રેન્ટ બોલ્ટ અને ઇમરાન તાહિર જેવા ટી૨૦ સ્ટાર હશે. તેઓ આઇએલટી૨૦માં ડેબ્યુ કરશે, જે ૧૩ જાન્યુઆરીથી શરૂ થશે અને ૧૨ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. એમાં અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં ત્રણ સ્થળોએ ૩૪ મૅચો રમાશે. પોલાર્ડે અગાઉ એક ખેલાડી તરીકે આઇપીએલમાંથી નિવૃત્તિની ઘોષણા કરી હતી અને તે ટીમ સાથે બૅટિંગ કોચ તરીકે જોડાયો છે. 
 રાશિદની કૅપ્ટન્સીવાળા એમઆઇ કેપટાઉનની ટીમમાં સાઉથ આફ્રિકાના કૅગિસો રબાડા, ઉપરાંત જોફ્રા આર્ચર, સૅમ કરૅન અને લિયામ લિવિંગસ્ટન જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ પણ છે. રિલાયન્સ જિયો ઇન્ફોકૉમના ચૅરમૅન આકાશ અંબાણીએ કહ્યું કે મને ખાતરી છે કે પોલાર્ડ અને રાશિદ મુંબઈ ઈન્ડિયનની બ્રૅન્ડને આગળ ‍વધારશે. 

sports news sports cricket news indian premier league