વુમન્સ ટી20 ટ્રાઇ સિરીઝ: આજે ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

08 February, 2020 12:43 PM IST  |  Melbourne

વુમન્સ ટી20 ટ્રાઇ સિરીઝ: આજે ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સ્મૃતિ મંધાના

વુમન્સ ટી૨૦ ટ્રાઇ સિરીઝમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ મૅચમાં ઇન્ડિયાનો પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે પહેલાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લિશ ટીમની અન્યા શુર્બસોલેને ત્રણ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

ઇન્ડિયાએ પહેલાં બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૨૩ રન બનાવ્યા હતા. ઓપનિંગ પ્લેયર સ્મૃતિ મંધાનાએ સૌથી વધારે ૪૫ રન બનાવ્યા હતા. તેણે સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સ્મૃતિ સિવાય વન-ડાઉન આવેલી જેમીમાહ રોડ્રિક્સ ૨૩ રને જ્યારે કૅપ્ટન હરમનપ્રીત કૌર ૧૪ રન બનાવીને આઉટ થઈ હતી. અન્યા શુર્બસોલે ઇંગ્લૅન્ડ ટીમની સૌથી સફળ બોલર રહી હતી. તેણે ચાર ઓવરના સ્પેલમાં સૌથી વધારે ૩૧ રન આપી ત્રણ વિકેટ લીધી હતી જેના કારણે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

ઇંગ્લૅન્ડ ટીમની શરૂઆત જોઈએ એવી સારી રહી નહોતી પણ નૅટલી સ્કીવેરે ૫૦ રનની પારી રમી હતી. રાજેશ્વરી ગાયકવાડે ચાર ઓવરમાં ૨૩ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે સફળ બૅટિંગને પગલે ૧૨૪ રનનો ટાર્ગેટ છ વિકેટ ગુમાવીને ૧૮.૫ ઓવરમાં મેળવી લીધો હતો.

આ ટી૨૦ ટ્રાઇ સિરીઝમાં આજે ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયન વુમન્સ ટીમ આમને-સામને રમશે.

indian womens cricket team india australia cricket news sports news