પંતને બદલે અશ્વિનને દિલ્હીનો કૅપ્ટન બનાવો : ગૌતમ ગંભીર

16 October, 2021 07:25 PM IST  |  Delhi | Agency

ગંભીર આઇપીએલની કરીઅર દરમ્યાન કલકત્તા ઉપરાંત દિલ્હીનો પણ કૅપ્ટન બન્યો હતો.

ગૌતમ ગંભીર

કલકત્તા નાઇટ રાઇડર્સને ૨૦૧૨માં અને ૨૦૧૪માં આઇપીએલનું ટાઇટલ જિતાડનાર ગૌતમ ગંભીરે આ વખતની આઇપીએલના લીગ રાઉન્ડમાં ૨૦ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવનાર દિલ્હી કૅપિટલ્સની ટીમની કૅપ્ટન્સીમાં આવતા વર્ષની આઇપીએલમાં ફેરફાર કરવાનું સૂચવ્યું છે. દિલ્હીની કૅપ્ટન્સી શરૂઆતમાં શ્રેયસ ઐયરને સોંપાઈ હતી, પણ તેને ખભામાં ઈજા થતાં રિષભ પંતને કૅપ્ટન બનાવાયો હતો. દિલ્હી લીગ રાઉન્ડમાં તો અવ્વલ રહ્યું, પણ પ્લે-ઑફમાં પહેલાં ચેન્નઈ સામે અને પછી કલકત્તા સામે જીતવાની સંભાવના છતાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયું હતું.
ગંભીરે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘હું રવિચન્દ્રન અશ્વિનનો મોટો ફૅન છું. વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં હું અશ્વિનનું નામ જરૂર લઉં. દિલ્હી કૅપિટલ્સનું ફ્રૅન્ચાઇઝી જો આગામી સીઝનમાં અશ્વિનને પોતાની ટીમમાં જાળવી રાખવાનું હોય તો કૅપ્ટન તેને જ બનાવવો જોઈએ. મારી આ વાતથી ઘણાને આંચકો લાગી શકે છે, પણ આનું મહત્ત્વ હું સમજી શકું એમ છું.’

ગંભીર આઇપીએલની કરીઅર દરમ્યાન કલકત્તા ઉપરાંત દિલ્હીનો પણ કૅપ્ટન બન્યો હતો.

 આપણે બધાએ અશ્વિન પર ચર્ચા કરવામાં ઘણો સમય ખર્ચ કરી નાખ્યો છે. કોઈ પણ ટી૨૦ ટીમ માટે એ પ્રબળ ખેલાડી ન કહી શકાય. હા, ટેસ્ટ માટે તે ફૅન્ટેસ્ટિક બોલર છે. જોકે, હું તો મારી ટી૨૦ ટીમમાં તેને ક્યારેય લઉં જ નહીં. તેના કરતા તો વરુણ, નારાયણ, ચહલ સારા, કારણકે તેઓ વિકેટ તો અપાવે.
સંજય માંજરેકર

sports news sports cricket news ipl 2021