તમે મને આગામી ૧૫-૨૦ વર્ષ સુધી પીળી જર્સીમાં જોશો : કૅપ્ટન કૂલ ધોની

09 August, 2025 06:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધોનીએ આ નિવેદન દ્વારા સંકેત આપ્યો કે તે આગામી વર્ષોમાંથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે કોઈક રીતે જોડાયેલો રહેશે.

મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નઈ સુપર કિંગ્સના સૌથી અનુભવી પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઇવેન્ટમાં મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘હું અને ચેન્નઈ સુપર કિંગ્સ એકસાથે જ છીએ. આગામી ૧૫-૨૦ વર્ષ સુધી અમે સાથે રહીશું. હું રમી રહ્યો છું કે નહીં એનાથી કોઈ ફરક પડતો નથી. ચેન્નઈ સાથે જોડાયેલા રહેવું એ એક કે બે વર્ષની વાત નથી.  હું થોડા સમય પછી રમીશ કે નહીં એ મને ખબર નથી, પણ તમે મને પીળી જર્સીમાં જ જોશો.’

ધોનીએ આ નિવેદન દ્વારા સંકેત આપ્યો કે તે આગામી વર્ષોમાંથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે કોઈક રીતે જોડાયેલો રહેશે.

કિંગ કોહલી વિશે શું કહ્યું ધોનીએ?

વિરાટ કોહલી અંગે ધોનીએ આ ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘ક્રિકેટર ઉપરાંત તે એક સારો ગાયક છે, સારો ડાન્સર છે અને સારી મિમિક્રી પણ કરે છે. જો તે મૂડમાં હોય તો ખૂબ સારો એન્ટરટેઇનર પણ છે.’ આ રીતે ધોનીએ કિંગ કોહલીને મનોરંજનનું પર્ફેક્ટ પૅકેજ ગણાવ્યો હતો.

mahendra singh dhoni chennai super kings cricket news indian cricket team virat kohli sports news sports indian premier league IPL 2025