ભારતને પ્રૅક્ટિસ મૅચ ન રમવાની ખોટ વર્તાશે : વેંગસરકર

07 June, 2021 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ ગુરુવારે ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ અને ૧૮ જૂને શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલની રાહ જોઈ રહી છે.

ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેંગસરકર

વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ ગુરુવારે ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ અને ૧૮ જૂને શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલની રાહ જોઈ રહી છે. ભારતીય ખેલાડીઓએ સધમ્પટનમાં ત્રણ દિવસના ક્વૉરન્ટીન બાદ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે ફાઇનલ પહેલાં પ્રૅક્ટિસ મૅચની ખોટ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને ભારે પડી શકે છે.

ભારત તરફથી ૧૧૬ ટેસ્ટ મૅચ રમનાર વેંગસરકરે કહ્યું હતું કે કોહલી અને રોહિત સારા ફૉર્મમાં છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રૅક્ટિસ મૅચની ખોટ તેમને ભારે પડી શકે છે. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડને થોડો ફાયદો થઈ શકે છે, કારણ કે તેઓ ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ રમી રહ્યા છે.’ 

ભારતીય ટીમ છેલ્લે એપ્રિલ મહિનામાં સ્પર્ધાત્મક ક્રિકેટ રમી હતી. મેની શરૂઆતમાં આઇપીએલ રદ થઈ ગઈ હતી એને પરિણામે ખેલાડીઓને રમવાની તક મળી નહોતી. પ્રૅક્ટિસ દરમ્યાન ઇંગ્લૅન્ડમાં ભારતીય ટીમ અંદરોઅંદર મૅચ રમી શકે છે, કારણ કે કોઈ પણ પ્રૅક્ટિસ મૅચનું આયોજન થયું નથી.  

cricket news sports news sports dilip vengsarkar virat kohli rohit sharma