IPL ફાઇનલમાં બે વાર POTM અવૉર્ડ જીતનાર પહેલો પ્લેયર બન્યો કૃણાલ પંડ્યા

05 June, 2025 11:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

IPL ૨૦૧૭ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે ૩૮ બૉલમાં ૪૭ રન ફટકારીને આ અવૉર્ડ જીત્યો હતો.

IPL 2025ની પ્લેયર ઑફ ધ મૅચ ટ્રોફી મળી કૃણાલ પંડ્યાને.

ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા IPL ફાઇનલમાં ચાર ઓવર્સમાં માત્ર ૧૭ રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીત્યો હતો. તે IPL ફાઇનલમાં બે વાર POTM અવૉર્ડ જીતનાર પહેલો પ્લેયર બન્યો છે. આ પહેલાં તેણે IPL ૨૦૧૭ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે ૩૮ બૉલમાં ૪૭ રન ફટકારીને આ અવૉર્ડ જીત્યો હતો.

કૃણાલની બૅન્ગલોરની આ ટ્રોફીથી પંડ્યા પરિવારના IPL ટ્રોફીના પ્રભાવશાળી સંગ્રહમાં ઉમેરો થયો છે જેમાં કૃણાલ અને તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાના નવ IPL ટાઇટલ ભેગાં થયાં છે. તેઓ એક સમયે મુંબઈ ઇન્ડિયન્સ માટે એકસાથે રમ્યા હતા. હાર્દિકે ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં મુંબઈ માટે તથા ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સ માટે આ ટાઇટલ જીત્યાં છે; જ્યારે કૃણાલ પંડ્યાએ ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં મુંબઈ તથા હવે બૅન્ગલોર માટે ૨૦૨૫માં આ ટાઇટલ જીત્યું છે.

indian premier league IPL 2025 ahmedabad royal challengers bangalore punjab kings krunal pandya bengaluru mumbai indians hardik pandya cricket news sports news sports