વન-ડે રૅન્કિંગમાં કોહલી ટોચ પર યથાવત્

01 April, 2021 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલિંગમાં ૭૩૭ રેટિંગ પૉઇન્ટ સાથે ટ્રેન્ટ બોલ્ટ પહેલા ક્રમાંક પર હતો તો બુમરાહ ૪૯૦ પૉઇન્ટ સાથે ચોથા ક્રમાંક પર ચાલ્યો ગયો હતો. ભુવનેશ્વર કુમારે નવ ક્રમાંકનો ભૂસકો લગાવતાં ૧૧મા ક્રમાંક પર પહોંચી ગયો હતો.

વિરાટ કોહલી

ગઈ કાલે આઇસીસીએ વન-ડે, ટી૨૦ અને ટેસ્ટના રૅન્કિંગ બહાર પાડ્યા હતા. ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ વન-ડે રૅન્કિંગમાં ૮૫૭ રેટિંગ પૉઇન્ટ સાથે પોતાનું પ્રથમ સ્થાન યથાવત્ રાખ્યું હતું. સિરીઝ શરૂ થાય એ પહેલાં રોહિત બીજા ક્રમાંક પર હતો, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તે ત્રીજા ક્રમાંક પર પહોંચ્યો હતો. તેને બદલે પાકિસ્તાનનો ખેલાડી બાબર આઝમ બીજા ક્રમાંક પર પહોંચ્યો હતો. બોલિંગમાં ૭૩૭ રેટિંગ પૉઇન્ટ સાથે ટ્રેન્ટ બોલ્ટ પહેલા ક્રમાંક પર હતો તો બુમરાહ ૪૯૦ પૉઇન્ટ સાથે ચોથા ક્રમાંક પર ચાલ્યો ગયો હતો. ભુવનેશ્વર કુમારે નવ ક્રમાંકનો ભૂસકો લગાવતાં ૧૧મા ક્રમાંક પર પહોંચી ગયો હતો.

virat kohli sports sports news cricket news