05 June, 2025 11:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્રિસ ગેઇલ અને એ.બી. ડિવિલિયર્સને પોડિયમ પર બોલાવીને તેમની સાથે ટ્રોફી ઉપાડી કિંગ કોહલીએ
IPL 2025માં ચૅમ્પિયન બન્યા બાદ અમદાવાદના સ્ટેડિયમમાં પોડિયમ પર વિરાટ કોહલીએ વર્તમાન ટીમ સાથે જીતની ભરપૂર ઉજવણી કરી હતી, પણ થોડા સમય બાદ તેણે પોતાની બૅન્ગલોર ટીમના ભૂતપૂર્વ સાથી પ્લેયર્સ વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ અને સાઉથ આફ્રિકાના સ્ટાર બૅટર એ.બી. ડિવિલિયર્સને પણ પોડિયમ પર બોલાવીને એકસાથે ટ્રોફી ઉપાડીને ઉજવણી કરી હતી.
ગેઇલ ૨૦૧૧થી ૨૦૧૭ દરમ્યાન અને ડિવિલિયર્સ ૨૦૧૧થી ૨૦૨૧ સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે IPL રમ્યા હતા. ૨૦૧૬માં આ ત્રણેય ટૉપ ઑર્ડર બૅટર્સે ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. મૅચ બાદ કોહલીએ ટીમ માટે આ બન્ને ક્રિકેટરે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.