ધોની અને કોહલી બેટ પર સ્ટીકર લગાડવાનો કેટલો લે છે ચાર્જ, જાણો અહીં

05 July, 2019 07:45 PM IST  |  Mumbai

ધોની અને કોહલી બેટ પર સ્ટીકર લગાડવાનો કેટલો લે છે ચાર્જ, જાણો અહીં

Mumbai : સ્ટાર સેલિબ્રિટીઓ કોઇ પણ પ્રકારનું પ્રમોશન કરવા માટે ચાર્જ લેતા હોય છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ છેલ્લા કેટલાક મહિનાથી બે અલગ અલગ બેટનો ઉપયોગ કરી રહ્યો છે. તે અત્યારે SG અને BAS કંપનીના બેટ વાપરી રહ્યો છે. તે જ્યારે બેટિંગમાં આવે છે ત્યારે અને ઇનિંગ્સની અંતિમ ઓવર્સમાં અલગ પ્રકારના બેટ હોય છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં તો તેણે છેલ્લો બોલ બાકી રહ્યો હતો ત્યારે બેટ બદલ્યું હતું.


કપરા સમયમાં મદદ કરનાર કંપનીના સ્ટીકર્સ ધોની અત્યારે બેટ પર લગાવે છે

મહેન્દ્રસિંહ ધોનીના મેનેજરે જણાવ્યું હતું કે ધોની બે બેટ વાપરીને તેની કારકિર્દીમાં કપરા સમયમાં મદદ કરનાર પોતાના સ્પોન્સર્સનું અહેસાન ચૂકવી રહ્યો છે. તે વિશાલ દિલનો વ્યક્તિ છે. તે અલગ અલગ બ્રાન્ડના બેટ વાપરી રહ્યો છે પરંતુ તે માટે કોઇ નાણાં લેતો નથી. પોતાની કારકિર્દીના વિવિધ તબક્કામાં કરવામાં આવેલી મદદ માટે તે તેમનો આભાર માની રહ્યો છે.

 

બેટ ઉપર સ્ટિકર લગાવવાના 4 થી 5 કરોડ રૂપિયા
સામાન્ય રીતે જાણીતા ક્રિકેટરો બેટ બનાવતી કંપનીના સ્ટીકર લગાવવા માટે વાર્ષિક ચારથી પાંચ કરોડ રૃપિયાનો ચાર્જ કરે છે. તેમાં સદી કે મેન ઓફ ધ મેચ બને તો બોનસના નિયમ અલગ હોય છે. જોકે ફોર્મેટના હિસાબે કોન્ટ્રાક્ટની રકમ પણ બદલાતી હોય છે.


આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ધોનીને હવે નાણાની કોઇ જરૂર નથી 
મેનેજર પાંડેએ જણાવ્યું હતું કે ધોનીને હવે પૈસાની જરૃર નથી. તેની પાસે પૂરતા નાણાં છે. તે આ બેટનો ગુડવિલ ગેસ્ચરના સ્વરૃપે ઉપયોગ કરી રહ્યો છે. BAS સાથે તેણે શરૃઆત કરી હતી અને SGએ પણ તેને ઘણી મદદ કરી હતી. નોંધનીય છે કે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું તે પહેલાંથી મ્છજી કંપની સાથે જોડાઇ ગયો હતો અને આ બાબતનો ધોનીની બાયોપિકમાં પણ ઉલ્લેખ થયેલો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

લાંબા સમયથી ધોનીએ બેટનો કરાર કર્યો નથી 
BAS ના માલિક પુષ્પ કોહલીએ જણાવ્યું હતું કે વ્યક્તિ તરીકે આ ધોનીની મહાનતા દર્શાવે છે. ધોની સાથે અમારો બહુ જૂનો નાતો છે. નોંધનીય છે કે અત્યારે ધોનીએ કોઇ પણ બેટ બનાવતી કંપની સાથે કરાર કર્યો નથી. આ બંને બેટનો ઉપયોગ પણ ધોની કોઇ પણ સ્પોન્સરશિપ લીધા વિના કરી રહ્યો છે. ગયા વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન કંપની સ્પાર્ટન સાથે ધોનીનો કરાર હતો પરંતુ હવે તે આ કંપની સાથે કાનૂની લડાઇ લડી રહ્યો છે. કોન્ટ્રાક્ટનું પેમેન્ટ નહીં મળતા ધોનીએ કંપની સામે કેસ કર્યો છે. વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં બેટનો ઉપયોગ કરવા બદલ મોટી રકમ મળતી હોય છે. માહિતીના અનુસાર કોહલીને તેના બેટની સ્પોન્સરશિપના સ્વરૃપે વાર્ષિક આઠથી નવ કરોડ રૂપિયા મળે છે.

cricket news sports news ms dhoni virat kohli