જાણો, રવિન્દ્ર જાડેજા કેટલું વૈભવી જીવન જીવે છે

02 September, 2019 08:00 PM IST  |  Jamnagar

જાણો, રવિન્દ્ર જાડેજા કેટલું વૈભવી જીવન જીવે છે

Jamnagar : ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતી ખેલાડીઓનો હંમેશા દબદબો રહ્યો છે. જામનગરનો રવિન્દ્ર જાડેજા હોય, અમદાવાદનો જસપ્રીત બુમરાહ હોય કે બરોડાનો હાર્દિક પંડ્યા હોય. આ તમામ ખેલાડીઓએ છેલ્લા ઘણા સમયથી વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવી દીધો છે. પણ જો આપણે જામનગરના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો સૌ કોઇ તેની સ્ટાઈલના દિવાના છે. તો તેનો રાજાશાહી ઠાઠ પણ લોકોમાં એટલો જ લોકપ્રીય છે. તો આજે અમે તમને રવિન્દ્ર જાડેજાની કેટલીક રસપ્રદ વાતોથી વાકેફ કરાવીશું.


રવિન્દ્ર જાડેજાએ 2009માં શ્રીલંકા સામે વન-ડે ક્રિકેટમાં કર્યું ડેબ્યું
રવિન્દ્ર જાડેજા હંમેશા તેની રાજપુતા સ્ટાઇલના કારણે ચર્ચામાં રહેતો હોય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ત્યારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પોતાનો જલવો બતાવી દીધો છે. જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2009માં શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. વિરાટ કોહલીએ 2008 માં 19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે જાડેજા તે ટીમનો સભ્ય હતો. અંડર 19 વર્લ્ડ કપ 2008માં વિરાટ કોહલી જ ટીમનો સુકાની હતો. જાડેજાનું અંગત જીવન ખુબ જ જોરદાર છે. તે રાજાઓની જેમ રહે છે. જ્યારે તેમની કુલ સંપત્તિ 45.2 કરોડ રૂપિયા છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

જાડેજાને ઘોડે સવારીને ખુબ જ શોખ છે
ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનેક લકઝરી કારનો માલીક છે. તેણે હાલમાં જ જામનગરમાં પોતાનું નવું વૈભવી ઘર બનાવ્યું છે. તેની કિંમત પણ કરોડોમાં આકવામાં આવી રહી છે. તો રવિન્દ્ર જાડેજાને પોતાનું એક ફાર્મ હાઉસ પણ છે. તેના આ ફાર્મ હાઉસમાં એક ઘોડો છે. તેણે પોતે જ કહ્યું હતું કે તેને કાર-બાઇકની સવારી કરતા ઘોડે સવારીનો ખુબ જ શોખ છે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

ચેન્નઇ ટીમ તરફથી દર વર્ષે 7 કરોડ પગાર મળે છે
IPL ની વાત કરીએ તો આઇપીએલ શરૂ થઇ ત્યારથી રવિન્દ્ર જાડેજા ચેન્નઇ ટીમનો પસંદગીનો ખેલાડી રહ્યો છે અને તે સતત ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતો આવ્યો છે. જોકે વર્ષ 2016 – 17 દરમ્યાન ચેન્નઇ બે વર્ષ માટે સસ્પેન્ડ થવાના કારણે જાડેજા ગુજરાત લાયન્સ ટીમ તરફથી રમ્યો હતો. બાદમાં ચેન્નઇ ટીમનું ફરીથી પુનરાગમન થયા બાદ જાડેજાએ ચેન્નઇ ટીમ માટે રમવાનું શરૂ કરી લીધુ હતું. દર વર્ષે આઇપીએલ માટે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રવિન્દ્ર જાડેજાને 7 કરોડ પગાર મળે છે.

પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

 
cricket news ravindra jadeja team india jamnagar