રાહુલ હૉસ્પિટલમાં, મયંકે કૅપ્ટન્સી સંભાળી

03 May, 2021 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ પહેલાં પંજાબ કિંગ્સના કપ્તાન લોકેશ રાહુલને પેટમાં દુખાવો થતાં તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

લોકેશ રાહુલ

ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ પહેલાં પંજાબ કિંગ્સના કપ્તાન લોકેશ રાહુલને પેટમાં દુખાવો થતાં તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલની ગેરહાજરીમાં મયંક અગરવાલને ટીમની કમાન સોંપવામાં આવી હતી. રાહુલ ઍપેન્ડિસાઇટિસની બીમારીથી પીડાય છે અને તેણે સર્જરી કરાવવી પડશે. રાહુલને પેટમાં દુખાવો થતાં દવા આપવામાં આવી હતી, પણ એનાથી રાહત ન મળતાં તેની ટેસ્ટ કરવામાં આવી હતી. ઍપેન્ડિક્સમાં સોજો આવ્યો છે. આ ટેસ્ટ બાદ રાહુલને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સર્જરીને લીધે રાહુલ કમસે કમ ૭થી ૧૦ દિવસ માટે ટુર્નામેન્ટમાં નહીં રમી શકે અને તેની ગેરહાજરીમાં મયંક ટીમની કમાન સંભાળતો જોવા મળશે. સાત મૅચમાં સૌથી વધારે ૩૩૧ રન કરી રાહુલ ઑરેન્જ કૅપ ધરાવે છે.

kl rahul punjab kings delhi capitals ipl 2021 indian premier league cricket news sports news