26 June, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ
ભારતીય ઓપનર કે. એલ. રાહુલે હેડિંગ્લીમાં સેન્ચુરી ફટકાર્યા બાદ બૅટિંગ પોઝિશન વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે કે ‘વર્ષોથી હું ભૂલી ગયો છું કે મારી બૅટિંગ પોઝિશન શું છે અને હું શું કરવામાં આરામદાયક છું. મને વિવિધ જવાબદારીઓ અને ભૂમિકાઓ આપવામાં આવે છે એ ગમે છે. એ રમતને રોમાંચક બનાવે છે અને હું મારી જાતને પડકારવા અને સખત મહેનત કરવા માગું છું. મને એ કરવામાં ખૂબ મજા આવે છે.’
રાહુલ આગળ કહે છે, ‘જ્યારે હું મારી બૅટિંગ-ઍવરેજ જોઉં છું ત્યારે દુઃખ થાય છે, પરંતુ આ તબક્કે હું આંકડા વિશે વિચારવા માગતો નથી. જ્યારે પણ મને તક મળે ત્યારે હું પ્રભાવ પાડવા માગું છું અને ભારત માટે ટેસ્ટ-ક્રિકેટ રમવાનો આનંદ માણવા માગું છું, એ જ મને ગમે છે. હું બેઝિક બાબતો પર પાછો ફર્યો છું અને હવે મને નેટમાં લાંબો સમય વિતાવવાનું ગમે છે.’
રોહિત શર્માની નિવૃત્તિ બાદ ટેસ્ટ-ટીમમાં હવે ઓપનરની પોઝિશન ઑલમોસ્ટ કે. એલ. રાહુલની થઈ ગઈ છે.