ટૂંક સમયમાં રોહિત બનશે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન: મોરે

29 May, 2021 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા થોડા સમયથી ભારતીય ક્રિકેટમાં કૅપ્ટન્સીને લઈને વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ચર્ચા ચાલી રહી છે

રોહિત શર્મા

ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન કિરણ મોરેને વિશ્વાસ છે કે વિરાટ કોહલી ટૂંક સમયમાં અમુક જ ફૉર્મેટમાં નેતૃત્વ કરવા રોહિત શર્મા માટે મોર્ગ મોકળો કરશે. મોરેને લાગે છે કે આગામી ઇંગ્લૅન્ડની ટૂર પહેલાં મોટા ભાગે સ્પષ્ટતા થઈ જશે. છેલ્લા થોડા સમયથી ભારતીય ક્રિકેટમાં કૅપ્ટન્સીને લઈને વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ચર્ચા ચાલી રહી છે. અમુક લોકોનું માનવું છે કે વિરાટે વન-ડે અને ટી૨૦નો ભાર રોહિતને સોંપી દેવો જોઈએ, કેમ કે તેણે એક-બે નહીં, પાંચ-પાંચ વાર તેની ટીમ મુંબઈ ઇન્ડિયન્સને આઇપીએલમાં ચૅમ્પિયન બનાવી છે. જોકે અમુક લોકો વિરાટના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શાનદાર આંકડા બતાવીને તે જ કૅપ્ટન તરીકે જળવાઈ રહે એવું ઇચ્છે છે. જોકે વિરાટે દ્વિપક્ષીય સિરીઝમાં ટીમને શાનદાર સફળતા અપાવી છે, પણ આઇસીસી કે આઇપીએલની એક પણ ટ્રોફી જીતી શક્યો નથી. વિરાટ લાંબા સમય સુધી મહેન્દ્ર સિંહ ધોની સાથે રમ્યો છે એની જેમ ટૂંક સમયમાં જવાબદારી વહેંચી લેવા વિચારશે એમ કહીને મોરેએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ક્રિકેટ બોર્ડનું વિઝન જ આને આગળ વધારશે. મને વિશ્વાસ છે કે બહુ જલદી રોહિત શર્માને મોકો મળશે.

sports sports news virat kohli rohit sharma kiran more