કાર્તિક શ્રેષ્ઠ ફિનિશરમાંથી એક : મહારાજ

19 June, 2022 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ર૦૦૬થી ક્રિકેટ રમતા કાર્તિકે પહેલી વખત હાફ સેન્ચુરી ફટકારીને ભારતને પાંચ મૅચની ટી૨૦ સિરીઝ લેવલ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો

શુક્રવારે હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ દિનેશ કાર્તિક

સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજના મતે બૅટર દિનેશ કાર્તિક એવા બિનપરંપરાગત શૉટ ફટકારતો હતો કે તેની સામે કેવી રીતે બોલિંગ કરવી એ સવાલ ઊભો થઈ ગયો હતો. છેક ર૦૦૬થી ક્રિકેટ રમતા કાર્તિકે પહેલી વખત હાફ સેન્ચુરી (૨૭ બૉલમાં ૫૫ રન) ફટકારીને ભારતને પાંચ મૅચની ટી૨૦ સિરીઝ લેવલ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આઇપીએલમાં શાનદાર રમતનું પ્રદર્શન કરનાર ૩૭ વર્ષના આ ખેલાડીએ ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરી હતી. માત્ર ફટકાબાજી નહીં, પરંતુ ગ્રાઉન્ડમાં શૉટ ફટકારીને આ ખેલાડીએ ફિનિશર તરીકેના પોતાના સ્થાનને મજબૂત કર્યું હતું. મૅચ પૂરી થયા બાદ મહારાજે કહ્યું કે ‘તે આ રમતનો શ્રેષ્ઠ ફિનિશર છે. તેના બિનપરંપરાગત શૉટ સિલેક્શનને કારણે બૉલ કઈ રીતે નાખવો એની ખબર પડતી નહોતી. આઇપીએલમાં પણ તેના પ્રદર્શનને અમે જોયું હતું. આ મૅચમાં પણ તે શાનદાર રમ્યો.’

sports sports news cricket news india south africa dinesh karthik