કપિલે રિષભને રોહિત સાથે સરખાવતાં કહ્યું, ઇંગ્લૅન્ડમાં દરેક બૉલને ફટાકરવા ન જતો

28 May, 2021 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કપિલ દેવે યુવા વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને ઇંગ્લૅન્ડના પ્રવાસ પહેલાં મહત્ત્વની સલાહ આપી છે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમણે ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કપિલ દેવ

કપિલ દેવે યુવા વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને ઇંગ્લૅન્ડના પ્રવાસ પહેલાં મહત્ત્વની સલાહ આપી છે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમણે ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બન્ને સિરીઝમાં તેણે ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની બૅટિંગ જોઈને કપિલ દેવે તેને થોડું ધીમું રમવા કહ્યું છે. કપિલ દેવે પંત વિશે કહ્યું હતું કે ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમ્યાન આક્રમકતા સાથે સાવધાનીની પણ જરૂર છે જેનાથી તેને લાંબો સમય બૅટિંગ કરવામાં ઘણી મદદ થશે.’ રિષભની સરખામણી રોહિત શર્મા સાથે કરતાં તેમણે ‘મિડ-ડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે ટીમમાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી તેનામાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. એવું લાગે છે કે તેની પાસે શૉટ ફટકારવા માટે ઘણો સમય છે. તેની પાસે ઘણા બધા શૉટ છે. જોકે ઇંગ્લૅન્ડનો પ્રવાસ તેને માટે પડકારજનક હશે, કારણ કે ક્રીઝ પર વધુ સમય ટકવું પડશે. દરેક બૉલને ફટકારવાનું જ વિચારવું ન જોઈએ. રોહિત પાસે પણ શૉટની કોઈ અછત નથી.’ 

કપિલ દેવે કહ્યું કે ‘રિષભ પંત મૅચ-વિનર છે. એવી સ્થિતિમાં તેણે આક્રમક શૉટ સાથે બૉલને ફટકારતાં પહેલાં બૉલને જોવામાં વધુ સમય આપવો જોઈએ. રિષભ ભારતીય ટીમ માટે ઘણો મહત્ત્વનો છે. હું માત્ર એટલું કહેવા માગીશ કે વિવિધ શૉટ ફટકારતાં પહેલાં તે થોડો સમય પસાર કરે, ઇંગ્લૅન્ડનો પ્રવાસ સરળ નહીં હોય.’ 

આ રીયુનિયનની રાહ જોઈ રહ્યો છે રોહિત
ખીચોખીચ ભરેલા પ્રેક્ષકો સામે રમવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને આજકાલ દરેક ખેલાડીઓ એ મિસ કરી રહ્યા છે. ક્વૉરન્ટીનમાં રહેલા રોહિત શર્માએ ગઈ કાલે એક જ લાગણી વ્યક્ત કરતો એક ફોટો શૅર કરીને મજેદાર કૅપ્શન આપી હતી. અમેરિકન શો ફ્રેન્ડ્રસ-રીયુનિયન સાથે જોડીને તેણે લખ્યું હતું કે ‘ફ્રેન્ડ્સ, આ રીયુનિયન હું રાહ જોઈ રહ્યો છું.’

kapil dev cricket news sports news sports rohit sharma Rishabh Pant