ટીમ ઈન્ડિયાના કોચ અને સપોર્ટિગ સ્ટાફની પસંદગી હવે આ દિગ્ગજો કરશે

17 July, 2019 06:15 PM IST  | 

ટીમ ઈન્ડિયાના કોચ અને સપોર્ટિગ સ્ટાફની પસંદગી હવે આ દિગ્ગજો કરશે

વર્લ્ડ કપ 1983ની વિજેતા ભારતીય ટીમના સુકાની કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી હવે રવિ શાસ્ત્રી એન્ડ કંપનીની કિસ્મતનો નિર્ણય કરી શકે છે. આ ત્રણેય દિગ્ગજ પ્લેયર હવે નવા સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપોઈન્ટ કરવામાં આવેલી કમિટી અને એડમિનિસ્ટ્રેટર્સે આ ત્રણ દિગ્ગજને ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ એન્ડ સપોર્ટ સ્ટાફની પસંદગી કરવામાં માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.

BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને હાલ આધિકારીક રીતે અપોઈન્ટ કરવામાં આવ્યા નથી. જેના કારણે આ વિશે કઈ કહેવું શક્ય નથી. આ ત્રણેયમાંથી એક દિગ્ગજે કહ્યું હતું કે, આ વિશે હાલ કોઈ પણ આધિકારીક માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ વાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ રવિ શાસ્ત્રી એન્ડ ટીમને 2 વર્ષ માટે પસંદ કરવામાં આવી હતી. આ ટીમનો સમયકાળ આવતા અઠવાડિયે પૂરી થઈ રહ્યો છે. જો કે આવનારા 45 દિવસ હેડ કોચ રવિ શાસ્ત્રી, બેટિંગ કોચ સંજય બાંગર, બોલિંગ કોચ ભરત અરૂન અને ફિલ્ડીંગ કોચ ટીમ સાથે જોડાયેલા રહેશે.

BCCI જે પદો માટે વેકેન્સી લઈને આવી રહી છે તેમાં મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડીંગ કોચ. ફીઝિયો, સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજરનું પદ સામેલ છે. આ પદ 5 સપ્ટેમ્બરથી 24 નવેમ્બર 2021 સુધીનું રહેશે. એડમિનિસ્ટ્રેટિવ મેનેજરને એક વર્ષ માટે અપોઈન્ટ કરવામાં આવશે.

kapil dev cricket news gujarati mid-day