08 August, 2025 10:12 AM IST | London | Gujarati Mid-day Correspondent
કે. એલ.રાહુલ, પત્ની અથિયા શેટ્ટી અને દીકરી ઇવારા સાથેનો ફોટો શૅર કર્યો
ભારતીય ઓપનર કે. એલ.રાહુલે ઇંગ્લૅન્ડ-ટૂરમાં બે સેન્ચુરી અને બે ફિફ્ટીની મદદથી ૫૩૨ રન ફટકારીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ક્રિકેટમાંથી બ્રેક મળતાં જ હવે તે ડૅડ-ડ્યુટી પર પાછો ફર્યો છે. માર્ચ ૨૦૨૫માં પહેલી વાર પપ્પા બનનાર રાહુલ IPL અને એ પછી ટેસ્ટ-સિરીઝ માટે વહેલો ઇંગ્લૅન્ડ આવવાને કારણે પોતાની દીકરીને વધુ સમય આપી શક્યો નહોતો. ગઈ કાલે તેણે લંડનના એક પાર્કમાં પત્ની અથિયા શેટ્ટી અને દીકરી ઇવારા સાથેનો ફોટો શૅર કર્યો હતો. ત્યાં તે પાર્કના શાંત વાતાવરણમાં દીકરીને લઈને ફરતો જોવા મળ્યો હતો.