26 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાંચ મૅચમાં ૧૫૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી છે. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર બૅટર હેન્રિક ક્લાસેનની વિકેટ લઈને તેણે ૩૦૦ T20 વિકેટ પૂર્ણ કરી હતી. તે આ સિદ્ધિ મેળવનાર ઓવરઑલ ૩૩મો બોલર, પાંચમો ભારતીય અને ભુવનેશ્વર કુમાર બાદ બીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.
બુમરાહ ફાસ્ટ બોલર્સના લિસ્ટમાં સાતથી ઓછા ઇકૉનૉમી-રેટથી (૬.૯૧ ઇકૉનૉમી-રેટ) આ સિદ્ધિ મેળવનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો છે. તે ભારતીય ફાસ્ટ બોલર તરીકે સૌથી ઝડપી ૩૦૦ વિકેટ લેનાર બોલર પણ બન્યો છે.
|
ભારતીયો દ્વારા સૌથી વધુ T20 વિકેટો |
|
|
યુઝવેન્દ્ર ચહલ (૩૧૭ ઇનિંગ્સ) |
૩૭૩ |
|
પીયૂષ ચાવલા (૨૯૬ ઇનિંગ્સ) |
૩૧૯ |
|
ભુવનેશ્વર કુમાર (૩૦૧ ઇનિંગ્સ) |
૩૧૮ |
|
અશ્વિન (૩૨૭ ઇનિંગ્સ) |
૩૧૫ |
|
જસપ્રીત બુમરાહ (૨૩૭ ઇનિંગ્સ) |
૩૦૦ |
170
આટલી IPL વિકેટ મુંબઈ માટે લેવાના મલિંગાના રેકૉર્ડની બરાબરી કરી બુમરાહે