જસપ્રીત બુમરાહે લગાવ્યા ઠૂમકા

19 March, 2021 06:18 PM IST  |  Goa | Gujarati Mid-day Correspondent

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર સંજના ગણેશને ૧૫ માર્ચે ગોવામાં લગ્ન કર્યાં

જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર સંજના ગણેશને ૧૫ માર્ચે ગોવામાં લગ્ન કર્યાં એ પછી આ યુગલે પોતાનાં લગ્નના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. જોકે, હવે તેમનાં લગ્ન ઉપરાંત હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીના ફોટો અને વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે જેમાં જસપ્રીત અને સંજનાના ડાન્સવાળો વીડિયો ઘણો લોકપ્રિય થયો છે, કારણ કે પહેલી વખત જસપ્રીત ઠૂમકા લગાવી રહ્યો છે.

Sports SportsNews jasprit bumrah