લંડનમાં રમાશે આઇપીએલ?

10 April, 2021 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી વખત મેયર બનવા માટે તૈયારી કરી રહેલા સાદિક ખાન લોકોને આપી રહ્યાં છે આવું વચન

છઠ્ઠી મેના યોજાનારી ચૂંટણી માટેના ગઈ કાલે પ્રચાર દરમ્યાન બાળકો સાથે ક્રિકેટ રમતા લંડનાન મૅયર સાદિક ખાન.

બીજી વખતે મેયર બનવા માટે તૈયારી કરી રહેલા લંડનના મેયર સાદિક ખાન લોકોને વચન આપી રહ્યાં છે કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થયા બાદ શહેરમાં આઇપીએલની મૅચોનું આયોજન કરવામાં માટે અધિકારીઓ સાથે વાતચિત કરશે. નેશનલ ફૂટબોલ લીગ અને મેજર લીગ બૅસબોલની મૅચોનું સફળ આયોજન બાદ સાદિક ખાનને વિશ્વાસ છે કે લંડનમાં આઇપીએલની મૅચોનું પણ સફળતાપૂર્વક આયોજન થઈ શકે છે. સાદિક ખાન આ અંગે કહે છે કે, ૅમને ખબર છે કે લંડનના લોકો વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓને અહીંના બે બેસ્ટ મેદાન લોર્ડસ અને ઓવલમાં રમતા જોવા માગે છે. આઇપીએલની યજમાની માટે લંડન એકદમ બેસ્ટ સ્થળ છે. આઇપીએલના આયોજનથી પર્યટનનો વિકાસ થશે અને અેથી કમાણી પણ વધશે. મહામારી પછી લંડનને એક સર્વશ્રેષ્ઠ શહેર બનાવવાની યોજનાનો એક એ ભાગ છે.’

sports news sports cricket news ipl 2021