રોહિત શર્માની વાનખેડે સ્ટેડિયમમાં દીકરા અહાન સાથે ધીંગામસ્તી

24 April, 2026 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેએ રોબો-ડૉગ ચંપક સાથે પણ ટાઇમપાસ કર્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર રોહિત શર્મા અને એના દીકરા અહાનનો એક ક્યુટ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રોહિત શર્મા ડગઆઉટ પાસે અહાન સાથે ધીંગામસ્તી કરતો જોવા મળ્યો હતો. બન્નેએ રોબો-ડૉગ ચંપક સાથે પણ ટાઇમપાસ કર્યો હતો.

એક ફોટોમાં રોહિત શર્મા સાથે ફરી રહેલા અહાનના હાથમાં નાનું બૅટ પણ જોવા મળ્યું હતું. બાપ-દીકરા વચ્ચેની આ ક્ષણો પહેલી વખત જ સોશ્યલ મીડિયા પર સામે આવી છે.

rohit sharma mumbai indians chennai super kings wankhede viral videos IPL 2026 indian premier league cricket news sports sports news