05 May, 2026 01:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
૪૪ વર્ષનો ધોની ચેન્નઈમાં જ રહીને પગની ઇન્જરીનું રીહૅબ ચાલુ રાખશે
આજની મૅચ માટે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ સાથે દિલ્હી ગયો નથી. ૪૪ વર્ષનો ધોની ચેન્નઈમાં જ રહીને પગની ઇન્જરીનું રીહૅબ ચાલુ રાખશે. એ સ્પષ્ટ છે કે ધોની હજી મૅચ-ડ્યુટી માટે સંપૂર્ણપણે ફિટ નથી. ૧૮ એપ્રિલની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચથી ધોની ચેન્નઈની બહાર ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો.
ધોનીએ આ સીઝનમાં એક પણ મૅચ રમી નથી. હકીકતમાં તેણે છેલ્લી IPL મૅચ લગભગ એક વર્ષ પહેલાં પચીસ મેએ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી. વર્તમાન સીઝનમાં ચેન્નઈની પાંચ લીગ મૅચ બાકી છે અને ટીમ-મૅનેજમેન્ટ કોઈક તબક્કે ધોનીની ઉપલબ્ધતાની આશા રાખી રહ્યું છે.