રાજસ્થાન રૉયલ્સની વિજયી વિદાય

21 May, 2025 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈએ આપેલા ૧૮૮ રનના ટાર્ગેટને રાજસ્થાને ૧૭ બૉલ પહેલાં ચેઝ કરીને ૬ વિકેટથી જીત નોંધાવી : ૧૪માંથી માત્ર ચાર જીત સાથે પૉઇન્ટ્સ ટેબલમાં નવમા ક્રમે રહીને સીઝનનો અંત કર્યો રાજસ્થાને

વૈભવ સૂર્યવંશી ૩૩ બૉલમાં ૫૭ રનની જબરદસ્ત ઇનિંગ્સ રમ્યો

IPL 2025ની ૬૨મી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ૬ વિકેટે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને જીત સાથે પોતાની વર્તમાન સીઝનની સફર પૂરી કરી હતી. ચેન્નઈએ આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા યંગ બૅટર્સની શાનદાર ઇનિંગ્સની મદદથી ૮ વિકેટ ગુમાવીને ૧૮૭ રન ફટકાર્યા હતા. રાજસ્થાને વૈભવ સૂર્યવંશી અને સંજુ સૅમસન વચ્ચેની ૯૮ રનની પાર્ટનરશિપના આધારે ૧૭.૧ ઓવરમાં ચાર વિકેટે ૧૮૮ રન બનાવી શાનદાર જીત મેળવી હતી.

આ મૅચ દરમ્યાન દિલ્હીના સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફૅન્સ ચેન્નઈના કૅપ્ટન ધોનીને રમતો જોવા ઊમટી પડ્યા હતા. રાજસ્થાને ૧૪ ગ્રુપ-સ્ટેજ મૅચમાંથી માત્ર ચાર જીત સાથે પૉઇન્ટ્સ ટેબલમાં નવમા ક્રમે રહીને સીઝનનો અંત આણ્યો હતો.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા ચેન્નઈએ ૭.૪ ઓવરમાં ૭૮ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર આયુષ મ્હાત્રે (૨૦ બૉલમાં ૪૩ રન) અને ડેવાલ્ડ બ્રેવિસ (૨૫ બૉલમાં ૪૨ રન)ની ધમાકેદાર બૅટિંગની મદદથી ચેન્નઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યું હતું. ઑલરાઉન્ડર શિવમ દુબે (૩૨ બૉલમાં ૩૭ રન)એ છઠ્ઠી વિકેટ માટે બ્રેવિસ સાથે ૫૯ રન અને ધોની (૧૭ બૉલમાં ૧૬ રન) સાથે સાતમી વિકેટ માટેની ૪૩ રનની ભાગીદારીથી સન્માજનક સ્કોર ઊભો કર્યો હતો. યુધવીર સિંહ અને આકાશ મધવાલને સૌથી વધુ ૩-૩ વિકેટ મળી હતી.

રાજસ્થાનના ઓપનર વૈભવ સૂર્યવંશી (૩૩ બૉલમાં ૫૭ રન)એ કૅપ્ટન સંજુ સૅમસન (૩૧ બૉલમાં ૪૧ રન) સાથે બીજી વિકેટ માટે ૫૯ બૉલમાં ૯૮ રનની ભાગીદારી કરીને રન-ચેઝને સરળ બનાવી દીધો હતો. સંજુ રાજસ્થાન માટે ૪૦૦૦ IPL રન ફટકારનાર પહેલો પ્લેયર પણ બન્યો હતો. વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે (૧૨ બૉલમાં ૩૧ રન અણનમ) વિજયી સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ચેન્નઈ તરફથી રવિચન્દ્રન અશ્વિને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. 

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

૧૨

+૦.૭૯૫

૧૮

બૅન્ગલોર

૧૨

+૦.૪૮૨

૧૭

પંજાબ

૧૨

+૦.૩૮૯

૧૭

મુંબઈ

૧૨

+૧.૧૫૬

૧૪

દિલ્હી

૧૨

+૦.૨૬૦

૧૩

કલકત્તા

૧૩

+૦.૧૯૩

૧૨

લખનઉ

૧૨

-૦.૫૦૬

૧૦

હૈદરાબાદ

૧૨

-૧.૦૦૫

રાજસ્થાન

૧૪

૧૦

-૦.૫૪૯

ચેન્નઈ

૧૩

૧૦

-૧.૦૩૦

chennai super kings rajasthan royals IPL 2025 indian premier league cricket news sports sports news vaibhav suryavanshi sanju samson yashasvi jaiswal ms dhoni mahendra singh dhoni ravindra jadeja ravichandran ashwin