11 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની ટીમ અમદાવાદથી મુંબઈ પાછી ફરી
૧૧ મેએ ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામે આયોજિત મુંબઈ ઇન્ડિયન્સની મૅચ સુરક્ષાના કારણસર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ મૅચ માટે ગુરુવારે સાંજે મુંબઈની ટીમ અમદાવાદ પહોંચી ગઈ હતી, પણ ટુર્નામેન્ટ અધવચ્ચે અટકાવવામાં આવતાં હાર્દિક પંડ્યા સહિતના તમામ પ્લેયર્સ ગઈ કાલે અમદાવાદથી મુંબઈ પાછા ફર્યા હતા. તેઓ મુંબઈના એક પ્રાઇવેટ ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા.