મુંબઈ સામે પોતાના હોમ ગ્રાઉન્ડમાં જીતની હૅટ-ટ્રિક કરી લખનઉએ

06 April, 2025 07:13 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન હાર્દિકે બેસ્ટ બોલિંગ પ્રદર્શન કર્યું, પણ મૅચ ફિનિશ ન કરી શક્યો : ૧૨ બૉલમાં ૨૯ રનની જરૂર હતી ત્યારે ૧૯મી ઓવરમાં શાર્દૂલે માત્ર ૭ અને છેલ્લી ઓવરમાં આવેશ ખાને માત્ર ૯ રન આપ્યા

IPLની એક મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલવહેલો કૅપ્ટન બન્યો હાર્દિક પંડ્યા.

IPL 2025ની ૧૬મી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ૧૨ રને મુંબઈ ઇન્ડિયન્સ સામે રોમાંચક જીત મેળવી હતી.

લખનઉએ આઠ વિકેટ ગુમાવીને ૨૦૩ રન કર્યા હતા. ૨૦૪ રનના ટાર્ગેટ સામે મુંબઈ પાંચ વિકેટે ૧૯૧ રન કરી શક્યું હતું. આ હાર સાથે મુંબઈએ લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સામે મૅચ ન જીતવાનો ખરાબ રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. લખનઉએ મુંબઈ સામે ઓવરઑલ અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પણ મુંબઈ સામે હૅટ-ટ્રિક જીત નોંધાવી છે.

ઓપનર્સ મિચલ માર્શ (૩૧ બૉલમાં ૬૦ રન) અને એઇડન માર્કરમ (૩૮ બૉલમાં ૫૩ રન) સાથે મળીને ૭૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને લખનઉને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. મિડલ ઓવર્સમાં જ્યારે ટીમ વિકેટ ગુમાવી રહી હતી ત્યારે માર્કરમે ચોથી વિકેટ માટે આયુષ બદોની (૧૯ બૉલમાં ૩૦ રન) સાથે ૫૧ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૧૫૦ રનને પાર કર્યો હતો. ફિનિશર ડેવિડ મિલરે પણ ૧૪ બૉલમાં ૨૭ રન કરીને સ્કોર ૨૦૦ રન સુધી પહોંચાડ્યો હતો.

પહેલી મૅચમાં દંડ થયો હોવા છતાં બીજી મૅચમાં નમન ધીરની વિકેટ લીધા બાદ ફરી નોટબુક સેલિબ્રેશન કર્યું લખનઉના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીએ.

મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ૪ ઓવરમાં ૩૬ રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જે તેની T20 કરીઅરનું અને IPLના કોઈ કૅપ્ટન તરફથી બેસ્ટ બોલિંગ-પ્રદર્શન હતું. તેના સિવાય ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, અશ્વની કુમાર અને સ્પિનર વિજ્ઞેશ પુથુરને એક-એક સફળતા મળી હતી.

મોટા ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલા મુંબઈએ ૨.૨ ઓવરમાં ૧૭ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી સૂર્યકુમાર યાદવે (૪૩ બૉલમાં ૬૭ રન) બે ૬૦ પ્લસ રનની ભાગીદારી કરી ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. તેણે યંગ બૅટર્સ નમન ધીર (૨૪ બૉલમાં ૪૬ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૬૯ રનની અને તિલક વર્મા (૨૩ બૉલમાં ૨૫ રન) સાથે ચોથી વિકેટ માટે ૬૬ રનની પાર્ટનરશિપ કરી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૦૦ IPL મૅચ રમનાર આઠમો પ્લેયર બન્યો સૂર્યકુમાર યાદવ. તેને ૧૦૦ નંબરની સૂર્યાદાદા લખેલી જર્સી ગિફ્ટમાં મળી.

અંતિમ ઓવર્સમાં જ્યારે મુંબઈ ખરાબ મુશ્કેલ પરિસ્થિતિમાં હતું ત્યારે તિલક વર્મા ૧૯મી વાર રિટાયર્ડ આઉટ થઈને બહાર થયો હતો. ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર (બે બૉલમાં બે રન અણનમ) મેદાનમાં આવ્યો હતો. તિલક વર્મા સાથે પાંચમી વિકેટ માટે ૨૮ રનની પાર્ટનરશિપ કરનાર કૅપ્ટન હાર્દિક પંડ્યા (૧૬ બૉલમાં ૨૮ રન અણનમ)એ ૧૨ બૉલમાં ૨૯ રનની જરૂર હતી ત્યારે સંપૂર્ણ જવાબદારી પોતાના માથે ઉપાડીનો પ્રયત્ન કર્યો હતો, પણ અંતિમ ઓવરમાં જીતવા માટે બાવીસ રનની જરૂર હતી, પણ ફાસ્ટ બોલર આવેશ ખાને અંતિમ ઓવરમાં માત્ર ૯ રન આપીને લખનઉને જીત અપાવી દીધી હતી. ૧૯મી ઓવરમાં માત્ર સાત રન આપનાર ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર સહિત લખનઉના ચાર બોલરે એક-એક વિકેટ લીધી હતી.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

પંજાબ

+૧.૪૮૫

દિલ્હી

+૧.૩૨૦

બૅન્ગલોર

+૧.૧૪૯

ગુજરાત

+૦.૮૦૭

કલકત્તા

+૦.૦૭૦

લખનઉ

+૦.૦૪૮

મુંબઈ

+૦.૧૦૮

ચેન્નઈ

-૦.૭૭૧

રાજસ્થાન

-૧.૧૧૨

હૈદરાબાદ

-૧.૬૧૨

30
આટલા સૌથી વધુ બૉલ IPL પાવરપ્લેમાં રમનાર પહેલો બૅટર બન્યો મિચલ માર્શ.

indian premier league IPL 2025 mumbai indians lucknow super giants hardik pandya mitchell marsh suryakumar yadav cricket news sports news sports