25 April, 2025 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેટ કમિન્સ, મહેંદ્ર સિંહ ધોની
IPL 2025ની ૪૩મી મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. વર્તમાન સીઝનમાં આ બન્ને ટીમનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. આ બન્ને ટીમના આઠ મૅચમાં બે જીત સાથે માત્ર ચાર-ચાર પૉઇન્ટ છે અને જો તેઓ પ્લેઑફમાં પહોંચવાની પોતાની ધૂંધળી આશાઓને જીવંત રાખવા માગતા હોય તો તેઓએ તેમની બધી મૅચ જીતવી પડશે.
ચેન્નઈ સામે હૈદરાબાદનો રેકૉર્ડ સારો રહ્યો નથી. ચેન્નઈના ગઢ ચેપૉક સ્ટેડિયમમાં પણ આ હોમ ટીમ સામે એક પણ મૅચ જીતી શક્યું નથી. આ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી પાંચેય મૅચમાં ચેન્નઈએ હૈદરાબાદને માત આપી છે. આ બન્ને ટીમોએ છેલ્લી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૨૧ |
|
CSKની જીત |
૧૫ |
|
SRHની જીત |
૦૬ |